પીએમ નરેન્દ્ર મોદીનો 65મો જન્મદિવસ

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. નરેન્દ્ર મોદી જેમનું પૂરું નામ નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી, જેમનો જન્મ મધ્યમવર્ગીય કુટુંબમાં 17 સપ્ટેમ્બર 1950ના રોજ મેહસાણા જીલ્લાના વડનગર ખાતે થયો હતો. તેમના પિતાનું નામ દામોદરદાસ. નરેન્દ્ર મોદીનો જ્યારે જન્મ થયો, ત્યારે ઘરમાં પંખો પણ નહોતો. તે સમયે તેમના પિતાને અનાજ દળવાની ઘંટી હતી, પાછળથી તેમણે રેલ્વે સ્ટેશન પર ચાની લારી ખોલી હતી. ત્યાં નરેન્દ્રભાઈ પણ કીટલી લઈ પેસેન્જર્સને ચા વેચવા જતા. માતા હીરાબા ગૃહિણી હતા.

ગુજરાતમાં રાજનિતીના પગરણ તેમણે સૌરાષ્ટ્રની રાજકોટ બેઠક પરથી કર્યા હતા. ત્યારબાદ અમદાવાદની મણિનગર વિધાનસભા બેઠક પરથી સતત ત્રણ વખત ચૂંટણી જીતીને તેઓ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતા.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં તેઓએ બે બેઠકો પરથી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ગુજરાતની વડોદરા લોકસભા બેઠક અને ઉત્તરપ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેમણે વડોદરા લોકસભા બેઠક પરથી રાજીનામુ આપ્યું હતુ, અને વારાણસી બેઠક જાળવી રાખી હતી.

વડાપ્રધાન તરીકે લગભગ દોઢ વર્ષના કાર્યકાળમાં પીએમ નરેન્દ્ર મોદીએ વિપક્ષના પ્રહારો વચ્ચે પણ અનેક માઈલસ્ટોન નિર્ણયો પણ કર્યા.
તેમના અંગે અનેક વાતો સાંભળવા મળે છે, ત્યારે આવો પીએમ નરેન્દ્ર મોદી વિશે વધુ કેટલીક વાતો જાણીએ.

ટેલિફોન દ્વારા આર્શિવાદ

ટેલિફોન દ્વારા આર્શિવાદ

આજે તેઓ 65 વર્ષના થયા. કદાચ લાંબા સમય બાદ એવું બની રહ્યું છેકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મ દિવસે પોતાની માતા હિરાબાના આશીર્વાદ લેવા માટે નહીં આવી શકે. નરેન્દ્ર મોદીના ભાઇ પંકજ ભાઇએ જણાવ્યું હતું કે માતા હિરાબા સાથે નરેન્દ્રભાઇ ટેલિફોન પર વાત કરી આશીર્વાદ મેળવશે.

આજના કાર્યક્રમો

આજના કાર્યક્રમો

આજે તેઓ 1965ના યુધ્ધનું શૌર્યાંજલિ પ્રદર્શન નિહાળશે. દેશમાં નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી સફાઇ અભિયાન દ્વારા કરવામાં આવી રહી છે.

 જન્મસ્થળ

જન્મસ્થળ

આમ તો, વડાપ્રધાનના મૂળિયા જ્યાં છે એ ગામમાં મોદીના જન્મ દિવસનો કોઇ માહોલ નથી, કારણ કે બહુ ઓછા લોકો જાણે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારના મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાંદોત્રા ગામમાં છે. પરંતુ વડગામમાં તેમના જન્મદિવસને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ છે.

કોંગ્રેસ કાર્યાલયમાં કરી હતી કામની શરૂઆત

કોંગ્રેસ કાર્યાલયમાં કરી હતી કામની શરૂઆત

બહુ ઓછા લોકો જાણતા હશે કે આજે ભાજપનો મુખ્ય ચહેરો બનેલા પીએમ મોદી સાહેબે બાળપણમાં કોંગ્રેસના કાર્યલયમાં કાર્ય કર્યું હતુ.

નરેન્દ્ર મોદીનું બાળપણ

નરેન્દ્ર મોદીનું બાળપણ

નરેન્દ્રભાઈના બાળપણના મિત્રો અને પાડોશીઓના કહેવા મુજબ નરેન્દ્રભાઈ નાનપણથી બહુ બહાદુર અને પ્રેમાળ હતા. શિસ્તના આગ્રહી તો હતા જ સાથે ટીખળી અને મસ્તીખોર પણ હતા.

બહાદુર નરેન્દ્ર

બહાદુર નરેન્દ્ર

નરેન્દ્રભાઈ બાળપણથી જ સાહસિક હતા. તેઓ દરરોજ ૪૦ એકરના વિશાળ શર્મિષ્ઠા તળાવના કૃષ્ણા આરાથી નાહવા પડતા. આ તળાવની ઊંડાઈ પણ બહુ, તેમાં ડુબવા વાળા આજ સુધી ભાગ્યે જ બચીને પાછા આવે છે. તેથી આજે પણ લોકો તેમાં નાહવા જતાં ડરે છે. તે સમયે તો તળાવમાં મગર પણ બહુ હતા, તોપણ મગર વચ્ચે તેઓ ડર્યા વગર જતા અને તરતા. તેમાં એક વાર તો મગરનું બચ્ચુ ઘરે પણ લઇને આવ્યા હતા, જેને જોઇને બધાના હોશ ઉડી ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X