For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાવેરી મામલે મોદીની સલાહ, કહ્યું વાતચીતને એક અવસર આપો!

|
Google Oneindia Gujarati News

કાવેરી વિવાદ પર સર્વોચ્ચ ન્યાયલયના નિર્ણય બાદ કર્ણાટકમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શન હવે જ્યાં ધીરે ધીરે શાંત થઇ રહ્યું છે. ત્યારે બેંગલુરુના 16 વિસ્તારોમાં હજી પણ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ વિવાદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરમિયાનગિરી કરીને કર્ણાટક અને તમિલનાડુ બન્ને રાજ્યોના લોકોને સંવેદનશીલતા અને નાગરિક તરીકે પોતાની જવાબદારીઓ પર ધ્યાન આપવાની વાત કરી છે.

cauvery banagalore

તેમણે કહ્યું કે હાલ જે પણ ઘટનાઓ બની તેનાથી તેમને ખુબ જ દુખ થયું. લોકતંત્રમાં વાતચીત અને સંયમ દ્વારા જ સમાધાન લાવવું જોઇએ. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે રાષ્ટ્રીય હિત પર તમે ધ્યાન આપશો. અને સદ્દભાવનાને પ્રાથમિકતા આપી હિસાને દૂર કરી સમાધાન શોધશો.

કોંગ્રેસની પ્રતિક્રિયા

નોંધનીય છે કે મોદીના આ નિવેદન પહેલા કોંગ્રેસના નેતા વિરપ્પા મોઇલે કહ્યું કે નરેન્દ્ર મોદી પાસે દુનિયા ફરવાનો ટાઇમ છે પણ કાવેરી મુદ્દે ધ્યાન આપવા માટે સમય નથી. નોંધનીય છે કે કર્ણાટક સરકારે સોમવારે પ્રદર્શનમાં માર્યા ગયેલા પ્રદર્શનકારીને 5 લાખ રૂપિયાની સહાયતા આપવાની ધોષણા કરી છે.

વૈંકેયા નાયડૂ શું કહ્યું?

કેન્દ્રિય પ્રધાન વૈકંયા નાયડૂએ કહ્યું કે કર્ણાટક અને તમિલનાડુમાં ચાલી રહેલા કાવેરી હિંસાની વાત ચિંતાજનક છે. અને તેનો કોઇ પણ રીતે યોગ્ય ઠેરાવી ના શકાય. તેમણે કહ્યું કે જે રાજ્યના લોકોને જે રાજ્યમાં રહેવું હોય તે ત્યાં જ રહે અને તેમને અસુરક્ષિત ન થવા દે.

English summary
Narendra modi and other leader reaction on cauvery dispute
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X