મોદીનો આઝમ ખાનને મેસેજ 'હિન્દુ બની જશો તો રાષ્ટ્રપતિ બનાવી દઇશ'

નવી દિલ્હી, 15 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝમ ખાનને મેસેજ કર્યો છે કે જો તેઓ હિન્દુ ધર્મ અપનાવી લેશે તો તેમને પહેલા ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવશે અને પછી રાષ્ટ્રપતિ બનાવી દેવામાં આવશે. આવું કહેવું છે ઇફસાહત અલી ખાં શાનૂનું જે કેબિનેટ મંત્રી આઝમ ખાનના મીડિયા પ્રભારી છે. જોકે શાનૂએ આ સંદેશના માધ્યમ અંગે કોઇ ખુલાશો કર્યો નથી.

રામપુરની વાલ્મીકી વસ્તીમાં વિવાદ બાદ શાનૂએ પ્રેસ કોંફ્રેન્સના માધ્યમથી એ જણાવ્યું કે વાલ્મીકી વસ્તીના લોકો કોર્ટમાં કાયદાકીય લડાઇ હારી ચૂક્યા છે. હવે તેઓ આને કોમી રંગ આપીને વાતાવરણને તંગ કરવાની કોશીશ કરી રહ્યા છે. શાનૂએ જણાવ્યું કે અતિક્રમણને ધર્મથી જોડવું બિલકૂલ ખોટું છે.

azam khan
વાલ્મીકી વસ્તીના લોકો પોતાની મરજીથી કોઇ પણ ધર્મને અપનાવી શકે છે, જેનાથી અતિક્રમણ હટવા અને નહીં હટવાનો કોઇ મતલબ નથી. આ પહેલા રામપુરમાં ભાજપની ફાયર બ્રાંડ નેતા સાધ્વીને પોલીસે ધરપકડ કરી લીધી. તે અત્રે વાલ્મીકી સમાજને મળવા જઇ રહી હતી.

આ દરમિયાન પોલીસે તેમને ગાંધી સમાધિની પાસે જ સમર્થકો સહિત રોકી દીધા. આ વાતથી નારાજ સાધ્વીએ જણાવ્યું કે 'પોલીસે આટલો પરસેવો તો આઝમ ખાનની ભેંસોને શોધવામાં પણ નથી પાડ્યો, જેટલો મારી ધરપકડ કરવામાં પાડ્યો છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X