મોદીની મિદનાપુર રેલીમાં પંડાલ પડ્યો, 22 લોકો ઘાયલ

પશ્ચિમ બંગાળના વેસ્ટ મિદનાપુરમાં પીએમ મોદી જ્યારે ખેડૂત રેલીને સંબોધી રહ્યા હતા ત્યારે તેમની સભાનો એક હિસ્સામાં પંડાલ પડી ગયો. પંડાલ પડી જવાથી અફડાતફડી મચી ગઈ. આમાં 22 લોકો ઘાયલ થઈ ગયા છે.

પશ્ચિમ બંગાળના વેસ્ટ મિદનાપુરમાં પીએમ મોદી જ્યારે ખેડૂત રેલીને સંબોધી રહ્યા હતા ત્યારે તેમની સભાનો એક હિસ્સામાં પંડાલ પડી ગયો. પંડાલ પડી જવાથી અફડાતફડી મચી ગઈ. આમાં 22 લોકો ઘાયલ થઈ ગયા છે. બધા ઘાયલોને મિદનાપુરની મેડીકલ કોલેજમાં ભરતી કરવામાં આવ્યા છે. પોતાની રેલી બાદ મોદી ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલ લોકોને મળીને તેમના ખબર અંતર પૂછ્યા. ઘાયલ મહિલાને હિંમતવાળી ગણાવતા તેમને જલ્દી સાજા થવાની વાત કહી. પંડાલ ત્યારે પડ્યો જ્યારે મોદી ભાષણ આપી રહ્યા હતા મોદીએ ત્યારે જ પોતાની સુરક્ષામાં લાગેલા જવાનોને પણ જઈને ઘાયલોની મદદ કરવાનું કહ્યુ.

રેલીમાં ભાજપને ગણાવ્યુ ખેડૂત હિતેચ્છુ

રેલીમાં ભાજપને ગણાવ્યુ ખેડૂત હિતેચ્છુ

આ પહેલા મિદનાપુરમાં ખેડૂત રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ખેડૂતો સાથે બીજી સરકારોએ માત્ર છળકપટ જ કર્યુ છે પરંતુ તેમની સરકારે ખરા અર્થમાં ખેડૂતો માટે કામ કર્યુ છે. મોદીએ કહ્યુ કે ખેડૂતોને એમએસપી યોગ્ય મળે તે માટે ખેડૂતો માંગ કરતા રહ્યા, આંદોલન કરતા રહ્યા પરંતુ દિલ્હીમાં બેઠેલી સરકારે ખેડૂતોની એક ના સાંભળી. કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષની સરકાર બન્યા બાદ અમારી સરકારે ખેડૂતોને દોઢ ગણો ટેકાનો ભાવ આપવાનો નિર્ણય કર્યો.

તૃણમૂલ પણ કરી રહી અમારુ સ્વાગત

તૃણમૂલ પણ કરી રહી અમારુ સ્વાગત

પીએમ મોદીએ કહ્યુ કે ખેડૂત આપણા અન્નદાતા અને ગામ આપણા દેશનો આત્મા છે. કોઈ પણ સમાજ ત્યાં સુધી આગળ ન વધી શકે જ્યાં સુધી દેશનો ખેડૂત ઉપેક્ષિત હોય. તેમણે કહ્યુ કે ખેડૂતો માટે અમે એટલો મોટો નિર્ણય કર્યો છે કે આજે તૃણમૂલને પણ આ સભામાં અમારુ સ્વાગત કરવા માટે ઝંડા લગાવવા પડ્યા અને તેમને તેમનો ફોટો લગાવવો પડ્યો. એ ભાજપનો નહિ આપણા ખેડૂતોનો વિજય છે.

પશ્ચિમ બંગાળની હાલત બદતર

પીએમ મોદીએ કહ્યુ કે, "મા-માટી-માનુષ ની વાત કરનારાઓનો છેલ્લા આઠ વર્ષોમાં અસલી ચહેરો, તેમનો સિંડિકેટ સામે આવી ચૂક્યો છે. સિંડિકેટની મરજી વિના પશ્ચિમ બંગાળમાં કંઈ પણ કરવુ મુશ્કેલ બની ગયુ છે. બંગાળમાં નવી કંપની ખોલવી હોય, નવી હોસ્પિટલ ખોલવી હોય, નવી સ્કૂલ ખોલવી હોય, નવા રસ્તા બનાવવા હોય સિંડિકેટને પ્રસાદ ધરાવ્યા વિના, તેની સ્વીકૃતિ વિના કંઈ થઈ શકે નહિ. દાયકાથી ડાબેરી શાસને પશ્ચિમ બંગાળને જે હાલતમાં પહોંચાડ્યુ, આજે બંગાળની હાલત તેનાથી બદતર થઈ રહી છે."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X