હૈદ્રાબાદમાં આજે Sunday નહી પરંતુ ''Modiday''
હૈદ્રાબાદ, 11, ઓગષ્ટ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદ્રાબાદ પહોંચી ગયા છે. તેમના પહોંચતાની સાથે હૈદ્રાબાદ એરપોર્ટ પર ભાજપા તથા નમો-નમોની જય જય કાર નારાથી ગુંજવા લાગ્યા હતા. સાચું કહીએ તો આજે આખા દેશમાં રવિવાર છે, પરંતુ હૈદ્રાબાદમાં રવિવાર નહી પરંતુ મોદીવાર છે. જી હાં ટ્વિટર પર નરેન્દ્ર મોદી માટે લાખોની સંખ્યામાં ટ્વિટ કરવામાં આવી રહ્યાં છે. દરેક વ્યક્તિ હાલ કોઇના કોઇ માધ્યમથી નરેન્દ્ર મોદી સાથે જોડાવવા માંગે છે.
હૈદ્રાબાદના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પર બધી તૈયારીઓ પૂરી થઇ ગઇ છે અને મંચના એક તરફ સરદાર વલ્લભભાઇ પટેલ અને બીજી તરફ સ્વામી વિવેકાનંદના મોટા-મોટા કટઆઉટ લાગેલા છે, જે યુવાનોને પ્રેરિત કરી રહ્યાં છે. આ ફક્ત હૈદ્રાબાદના જ નહી પરંતુ આંધ્ર પ્રદેશના બાકી ભાગોમાં તથા બેંગ્લોર, ચેન્નઇથી પણ હજારોની સંખ્યામાં લોકો નરેન્દ્ર મોદીને સાંભળવવા માટે પહોંચ્યા છે.
રસ્તાની ચારેબાજુ મોદી-મોદી અને ફક્ત મોદીની ગૂંજ છે. યુવાનોમાં એક જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો એકલા જ નહી પરંતુ પરિવાર સાથે આવ્યા છે. કેમ ન આવે કારણ કે નવી સોચ નવી આશા જો જાગી ગઇ છે.

હું ભાગ્યનગર હોત તો
Bhaarat Maheshwari @Deewanabharat મારું અહો ભાગ્ય હોત જો આજે હું ભાગ્યનગરમાં હોત, feeling sad :( #NaMoInHyd

દૂધ પીવડાવવા માટે સાપ નથી મળી રહ્યાં
BJP Allahabad @Bjpallahabad જો તમને દૂધ પીવડાવવા માટ સાપ નથી મળી રહ્યાં તો...? તમે કોઇ પણ કોંગ્રેસને દૂધ પીવડાવીને નાગપંચમી મનાવી શકો છો....!

પ્રતિક્ષાનો સમય થયો પુરો
dr parag @ParagDr પ્રતિક્ષાનો સમય પૂરો થઇ ગયો ફક્ત કેટલાક બાદ, ભાવિ માનનીય વડાપ્રધાનજી બોલશે, ઐતિહાસિક દિવસ,,

હૈદ્રાબાદમાં ઔવસી
Ravi Ranjan @R8RaVi હૈદ્રાબાદમાં ઔવસીએ મોદીજીને ધમકી આપી હતી કે કોઇ દિવસ હૈદ્રાબાદમાં આવી બતાવે. મોદીજીએ કંઇ જવાબ ન આપ્યો અને આજે #NaMoInHyd

મોદી પ્રશંસકો વચ્ચે
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના પ્રશંસકોનું અભિવાદન કરી રહી છે.

મોદી માસ્ક
નરેન્દ્ર મોદીના પ્રશંસકો નરેન્દ્ર મોદીનું માસ્ક પહેરીને પ્રેમ વ્યક્ત કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
