કરાચી એરપોર્ટ હુમલા પાછળ નરેન્દ્ર મોદીનો હાથ: હાફિઝ સઇદ

નવી દિલ્હી, 9 જૂન: જમાત-ઉદ-દાવાના ચીફ અને 26/11 મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદે પાકિસ્તાનમાં કરાચી શહેરના ઝિણ્ણા ઇંટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલા માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા છે. ભારતની વિરુધ્ધ એકવાર ફરી ઝહેર ઓકતા હાફિઝ સઇદે જણાવ્યું કે આ હુમલાની પાછળ અમારા દુશ્મન ભારત અને તેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ છે.

આતંકી સઇદે પોતાના ટ્વિટર પ્રોફાઇલ લખ્યું છે કે આ પાકિસ્તાન પર હુમલો છે. ભારત દ્વારા છેડવામાં આવેલા આ યુદ્ધની પાછળ નરેન્દ્ર મોદીની નવી સિક્યોરિટી ટીમ છે. દેશ જાણે છે કે અસલી દુશ્મન કોણ છે.

હાફિઝ સઇદે પાકિસ્તાની સરકારને સલાહ પણ આપી દીધી. તેણે આગળ લખ્યું કે ભારતની સાથે મિત્રતાભર્યા સંબંધોની કોશીશ બંધ થવી જોઇએ. અને આ જવાબ આપવાનો સમય છે.

ઝેર ઓકવામાં હાફિઝ સઇદનું સંગઠન જમાત ઉદ દાવા પણ પાછળ નથી રહ્યું. સંગઠને નિવેદન આપ્યું કે કરાચી એરપોર્ટ પર થયેલી ઘટના પાકિસ્તાનની વિરુધ્ધ મોદીની રણનીતિનો ભાગ છે. આ 'હિન્દુત્વવાદી' સરકાર દ્વારા તુષ્ટીકરણ કરવામાં આવી રહ્યું છે.

અત્રે નોંધનીય છે કે રવિવારે રાત્રે પાકિસ્તાનના કરાંચી શહેરના ઝિણ્ણા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હથિયારોબંધ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. મુંબઇમાં થયેલા 26/11 હુમલાની જેમ કરવામાં આવેલા આ એટેકમાં 10 આતંકાવાદીઓ અને 13 જવાનોના મોત થયા છે.

હાફિઝ સઇદે શું ઝેર ઓક્યુ નરેન્દ્ર મોદી પર વાંચો...

હાફિઝ સઇદે કહ્યું મોદીએ કરાવ્યો હુમલો

હાફિઝ સઇદે કહ્યું મોદીએ કરાવ્યો હુમલો

પાકિસ્તાન સરકારે ભારત સાથેના સંબંધો ખતમ કરવા જોઇએ

હાફિઝે જણાવ્યું કે પાકિસ્તાન સરકારે ભારત સાથેના સંબંધો ખતમ કરવા જોઇએ, અને ભારતે આપેલી ભેટસોગાદો પાછી આપવી જોઇએ.

જમાદ-ઉદ-દાવાનો પણ મોદી પર હુમલો

જમાદ-ઉદ-દાવાનો પણ મોદી પર હુમલો કરતા જણાવ્યું કે કરાચી પરનો હુમલો મોદીએ કરાવ્યો છે.

કરાચી એરપોર્ટ પર હુમલો, 26 ના મોત

કરાચી એરપોર્ટ પર હુમલો, 26 ના મોત

પાકિસ્તાનના કરાંચી શહેરમાં આવેલા જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટના જૂના ટર્મનિલ પર રવિવારે રાત્રે આતંકવાદીઓએ મુંબઇનો 26/11 જેવો ખતરનાક હુમલો કર્યો છે. આ હુમલામાં 10 આતંકવાદીઓ અને 4 સુરક્ષા જવાનો સહિત અંદાજે 26 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X