મોદીનો સૌરવ ગાંગુલીને ભાજપ તરફથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ
કોલકાતા, 14 ડિસેમ્બર: પૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન સૌરભ ગાંગુલીને ભારતીય જનતા પાર્ટીએ આવતા વર્ષે યોજાનાર સામાન્ય ચૂંટણીમાં તેમની ટિકિટ પરથી મેદાનમાં ઝંપલાવવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. ગાંગુલીએ જોકે હજી નિર્ણય નથી કર્યો કે તેઓ આ પ્રસ્તાવનો સ્વીકાર કરશે કે નહીં.
મળતી માહિતી અનુસાર આ પ્રસ્તાવ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ મૂક્યો છે, જેમણે પાર્ટીના કેન્દ્રમાં સત્તામાં આવતા બંગાળના આ દિગ્ગજ ખેલાડીને કેબિનેટમાં રમત મંત્રી બનાવવાનું વચન આપ્યું છે.
એક પ્રમુખ બંગાળી દૈનિમાં ગાંગુલીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે 'હા, મને પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પરંતુ મેં હજી આની પર કોઇ વિચાર કર્યો નથી, કે શું કરું. હું છેલ્લા થોડા સમયથી વ્યસ્ત છું. હું ટૂંક સમયમાં આ અંગેની જાણ તમને કરીશ.'













Click it and Unblock the Notifications
