મોદી આજે રાંચીમાં 'સંસદ'માંથી લોકોને સંબોધિત કરશે
રાંચી, 29 ડિસેમ્બર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ઝારખંડની રાજધાની રાંચીમાં ભાજપની સંકલ્પ રેલીને સંબોધિત કરશે. નરેન્દ્ર મોદી લગભગ 1 વાગે અહીં રેલીને સંબોધિત કરશે. નરેન્દ્ર મોદીને સાંભળવવા માટે અહીં પ્રજારૂપી પૂરી ઉમટી પડ્યું છે. જો કે ગુજરાતના મુખ્યમંત્રી આ કાર્યક્રમ માટે અહી ફક્ત ત્રણ કલાક રોકાશે. નરેન્દ્ર મોદીની રેલી માટે પ્રદેશ ભાજપે જોરદાર કરી કરી છે. રેલી માટે બનાવવામાં આવેલા સ્ટેજને સંસદનું રૂપ આવવામાં આવશે.
આ દરમિયાન રેલીના આયોજન સ્થળ ધુર્વામાં પહોંચવામાં માટે લોકોની લાઇન લાગી છે અને ગત રાત્રથી જ દૂરના જિલ્લાઓમાંથી લોકોને લાવવા માટે બસો અને અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રાયે જણાવ્યું હતું કે દસ વાગ્યા સુધીમાં આ વિસ્તારમાં પગ મુકવાની જગ્યા પણ નહી મળે. તેમને કહ્યું હતું કે પ્રદેશમાં દેશના અન્ય ભાગોની જેમ નરેન્દ્ર મોદીને લઇને લોકોમાં ભારે ઉત્સાહ છે અને આજની રેલી પ્રદેશમાં ઐતિહાસિક હશે. નરેન્દ્ર મોદીની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને કેન્દ્રિય નેતા સૌદાન સિંહ પણ અહીં આવશે.

ઝારખંડ ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર રાયે જણાવ્યું હતું કે જે સ્ટેજ પરથી નરેન્દ્ર મોદી રેલીને સંબોધિત કરશે તેનાથી લોકોને લાગશે કે તે સંસદમાંથી લોકોને સંબોધિત કરી રહ્યાં છે. રેલી માટે ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યાં છે. એક સ્ટેજ પરથી નરેન્દ્ર મોદી સંબોધિત કરશે અંને અન્ય બે સ્ટેજ પાર્ટીના નેતાઓને બેસવા માટે બનાવવામાં આવ્યા છે. ભાજપનો દાવો છે કે આ રેલીમાં 5 લાખ લોકો જોડાશે.
ભાજપના આધિકારીક પ્રવક્તાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી રવિવારે વિમાન દ્વારા બપોરે લગભગ સાડા બાર વાગે પહોંચશે. રેલીને સંબોધિત કર્યા બાદ બપોરે 3.30 વાગ્યા સુધી રવાના થઇ જશે. તેમને જણાવ્યું હતું કે રેલી સવારે 11 વાગ્યાથી શરૂ થઇ જશે.
રેલી રાંચીના પ્રભાત તારા સ્કુલના મેદાનમાં યોજાશે. નરેન્દ્ર મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટેજથી 55 ફૂટ દૂર બેરિકેટ્સ લગાવવામાં આવ્યા છે. રેલીમાં મોદીની સુરક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત પોલીસની એક ટીમે પહેલાંથી જ રાંચીમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. રેલી સ્થળ પર 20 CCTV કેમેરા લગાવ્યા છે. આ સાથે જ ડૉગ સ્કોડ પણ ગોઠવવામાં આવી છે. રેલીમાં ભાગ લેવા માટે લોકોને કડક સુરક્ષામાંથી પસાર થવું પડશે. રેલીમાં જોડાતાં પહેલાં લોકોની તપાસ કરવામાં આવશે ત્યારબાદ જ રેલીમાં ભાગ લઇ શકશે.












Click it and Unblock the Notifications
