For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રાજીલ રવાના થતાં પહેલાં મોદીએ કહ્યું; 'દુનિયામાં શાંતિ માટે BRICS જરૂરી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 જુલાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સના 5 દેશોના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે બ્રાજીલ રવાના થઇ રહ્યાં છે. રવાના થતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું 'દુનિયામાં શાંતિ માટે બ્રિક્સ સંમેલન જરૂરી છે અને ભારત માટે પણ મહત્વપૂર્ણ છે.

14 થી 15 જુલાઇ દરમિયાન આયોજીત થનાર આ શિખર બેઠકમાં એક વિકાસ બેંકની સ્થાપનાને અંતિમ રૂપ આપવા માટે તથા સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંગઠનોમાં સુધારાનો અવાજ ઉઠાવવામાં આવશે.

આજે રાતે બર્લિનમાં પ્રવાસ બાદ નરેન્દ્ર મોદી સોમવારે બ્રાજીલના ઉત્તર પૂર્વી તટીય શહેર ફોર્તોલેજા માટે રવાના થશે જ્યાં 15 જુલાઇના રોજ બ્રાઝીલ, રૂસ, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના નેતાઓની શિખર બેઠક યોજાશે. કોઇપન બહુપક્ષીય મંચ પર પોતાની હાજરી નોંધવવા માટે નરેન્દ્ર મોદી પાસે આ પ્રથમ અવસર હશે.

નરેન્દ્ર મોદી આ પહેલાં બર્લિનમાં જર્મનીની ચાન્સલર એંજલા માર્કેલ સાથે મુલાકાતની યોજના હતી પરંતુ જર્મનીના ફીફા વર્લ્ડ કપમાં પહોંચવા લીધે આ યોજનાને રદ કરવામાં આવી છે કારણ કે એંજલા માર્કેલ તે દરમિયાન ફાઇનલ માટે બ્રાજીલમાં હશે.

નરેન્દ્ર મોદીની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ જઇ રહ્યું છે જેમાં નાણા રાજ્યમંત્રી નિર્મલા સીતારમણ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એ કે ડોભાલ, વિદેશ સચિવ સુજાતા સિંહ અને નાણા સચિવ અરવિંદ માયારામ સામેલ છે.

ગત વર્ષે ડરબનમાં લેવામાં આવેલા નિર્ણયોની આગળની કાર્યવાહીના રૂપમાં બ્રિક્સની છઠ્ઠી શિખર બેઠક યોજાઇ રહી છે અને આ નવા ભારતીય વડાપ્રધાન માટે વર્લ્ડ નેતાઓ સાથે મુલાકાતનો પ્રથમ અવસર હશે જ્યાં ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અને રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે તે દ્રિપક્ષીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.

'ફોર્તાલેજા ઘોષણાપત્ર' જાહેર કરવાની પણ સંભાવના

'ફોર્તાલેજા ઘોષણાપત્ર' જાહેર કરવાની પણ સંભાવના

શિખર બેઠકના પરિણામોને એકઠા કરતાં એક 'ફોર્તાલેજા ઘોષણાપત્ર' જાહેર કરવાની પણ સંભાવના છે. આ અંગે વાતચીત દૌર પહેલાંથી જ ચાલુ છે અને તેના માટે વિદેશ મંત્રાલયમાં આર્થિક સંબંધ મુદ્દાઓના સચિવ સુજાતા મહેતાને નરેન્દ્ર મોદીએ જવાબદારી સોંપી છે.

બ્રિક્સ વિકાસ બેંક આગળ આકાર લેવાની સંભાવના

બ્રિક્સ વિકાસ બેંક આગળ આકાર લેવાની સંભાવના

બ્રિક્સ વિશ્વના કુલ ભૂભાગમાં એક ચર્તુંથાશથી વધુની ભાગીદારી ધરાવે છે, વસ્તીમાં તેની ભાગીદારી 40% અને તેનો સંયુક્ત કુલ ઘરેલુ ઉત્પાદન 24 ખરબ ડોલરનું છે. અધિકારીઓનું કહેવું છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સુધારોની જરૂરિયાતને સમર્થન મળવા અને સાથે જ વર્લ્ડ બેંક તથા આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ જેવી સંસ્થાઓમાં સુધારાનો અવાજ ઉઠાવવા પ્રત્યે આશાવાન છે. શિખર બેઠકમાં બ્રિક્સ વિકાસ બેંક આગળ આકાર લેવાની સંભાવના છે જેના પર 100 અરબ ડોલરની રાશિની સાથે એક ઠોસ કોષ બનાવવામાં આવશે. તેના પર ડરબનમાં વ્યાપક કરાર થઇ ગઇ હતા.

વિકાસશીલ દેશોને રાહત દરે લોન આપશે

વિકાસશીલ દેશોને રાહત દરે લોન આપશે

આ અંગે ચર્ચાઓનો દૌર ચાલુ છે જે પ્રર્યેક સભ્ય રાષ્ટ્રનું યોગદાન કેટલુ રહેશે અને તેનું મુખ્યાલય ક્યાં સ્થિત હશે, શંઘાઇમાં કે નવી દિલ્હીમાં, આ વિકાસ બેંક હશે જે બ્રિક્સના સભ્ય દેશો તથા અન્ય વિકાસશીલ દેશોને રાહત દરે લોન આપશે. શિખર બેઠક પહેલાં એક મંત્રીસ્તરીય બેઠક થશે અને સાથે જે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલની પણ બેઠક હશે જેમાં સભ્ય દેશોને વ્યવસાયી ભાગ લેશે. શિખર બેઠકથી ઇતર મોદી દક્ષિણ આફ્રીકાના રાષ્ટ્રપતિ જૈકબ જુમા અને મેજબાન દેશના રાષ્ટ્રપતિ દિલમા રૌસોફ સાથે મુલાકાત કરશે.

વિવિધ દેશોના પ્રમુખ ભાગ લેશે

વિવિધ દેશોના પ્રમુખ ભાગ લેશે

16 જુલાઇના રોજ બ્રિક્સ નેતા બ્રાજીલની રાજધાની બ્રાજિલિયા જશે જ્યાં તે દક્ષિણ અમેરિકાના નેતાઓ સાથે મુલાકાત કરશે જેમને મેજબાન દેશના ડરબનમાં જુમા દ્વારા આઅફ્રિકી નેતાઓએ બોલાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. દક્ષિણ અમેરિકાના નેતાઓની સાથે મુલાકાતના માધ્યમથી વડાપ્રધાનને લાતિન અમેરિકન ક્ષેત્રની સાથે સંપર્ક કાયમ કરવાની તક મળશે જેમાં આર્જેટીના, બોલીવિયા, ચિલી, કોલંબિયા, ઇક્વાડોર, ગુયાના, પરાગ્વે, પેરૂ, સૂરીનામ, ઉરૂગ્વે અને વેનેજુએલા જેવા દેશોના પ્રમુખ ભાગ લેશે.

સંબંધો મજબૂત અને શક્તિશાળી બનશે

સંબંધો મજબૂત અને શક્તિશાળી બનશે

ભારતનું માનવું છે કે આ નેતાઓની સાથે વડાપ્રધાનની મુલાકાતથી આ દેશોની સાથે પહેલાંથી જ ધનિષ્ઠ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે અને આ સંબંધોને વધુ શક્તિશાળી બનાવવાની તક મળશે. સ્વદેશ વાપસી દરમિયાન વડાપ્રધાન 17 જુલાઇના રાત્રે દિલ્હી પહોંચતાં પહેલાં ફૈંકફૂર્તમાં થોડો સમય રોકાશે.

English summary
Prime Minister Narendra Modi will leave for Brazil today to attend the five-nation BRICS summit which will be held for two days starting tomorrow. This will be Mr Modi's first multilateral engagement since he took over as Prime Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X