નરેન્દ્ર મોદી બોલ્યા, ‘કોંગ્રેસ ગુંગી-બહેરી સરકાર છે’
કર્ણાટક, 13 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ચિકબલાપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું કે, હવે સમય આવી ગયો છેકે જ્યારે દિલ્હીમાં એક મજબૂત સરકારની જરૂર છે. મોદીએ મજબૂત સરકાર બનાવવા માટે જનતાને 300થી વધુ બેઠકો અપાવવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ એક ગુંગી અને બહેરી સરકાર છે.

તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં આપણી અર્થ વ્યવસ્થા, દેશની સુરક્ષા અને મહિલાઓની સુરક્ષા સામે અનેક પ્રશ્નાર્થ ઉઠ્યા છે. કોંગ્રેસ સરકારે ક્યારેય પણ દેશ પ્રત્યે સંવેદના દર્શાવી નથી.
મોદીએ કરી દેશના જવાનોને સલામ
આ તકે મોદીએ છત્તીસગઢમાં થયેલા નક્સલી હુમલામાં માર્યા ગયેલા સીઆરપીએફ જવાનોને સલામ કરી. તેમણે કહ્યું કે દેશના લોકતંત્રની લાજ બચાવતી વેળા જે જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તે ક્યારેય બેકાર નહીં જાય. મોદીએ એ પણ કહ્યું કે કોંગ્રેસની સરકાર દેશના જવાનોના બલિદાનને ક્યારેય સમજી શકી નથી.












Click it and Unblock the Notifications
