For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ કહ્યું- 'મહારાષ્ટ્ર ગુજરાતનો મોટો ભાઇ છે'

|
Google Oneindia Gujarati News

સાંગલી, 5 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનસીપી સુપ્રીમો શરદ પવાર પર પ્રહાર કરતા જણાવ્યું કે તેમના ચરિત્રમાં શિવાજીના ગુણ નથી. મોદી મહારાષ્ટ્રના સાંગલીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મહારાષ્ટ્રની સરકારે પ્રદેશની હાલત એકદમ ખરાબ કરી દીધી છે. કૌભાંડોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં તો વિધવાઓના ફ્લેટ પણ લૂટી લેવામાં આવે છે.

શરદ પવાર દ્વારા કરવામા આવી રહેલી ટીકાઓના જવાબમાં પલટવાર કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 'તેમને લગભગ ઇતિહાસનું પણ જ્ઞાન નથી, ગુજરાત પહેલા મહારાષ્ટ્રનો જ એક ભાગ હતો. ગુજરાત આજે પણ મહારાષ્ટ્રને પોતાનો મોટો ભાઇ માને છે.'

modi
આશા અનુસાર જ નરેન્દ્ર મોદીએ હાલમાં જ ગઠબંધનથી અલગ થયેલ શિવસેનાની વિરુદ્ધ એક શબ્દ પણ કહ્યો નથી. તેમણે સ્પષ્ટતા કરી દીધી કે તેઓ શિવસેનાની વિરુદ્ધ નહીં બોલે. એટલું નહીં, તેમણે દિવગંત બાલ ઠાકરે પ્રત્યે પણ પોતાનું સન્માન વ્યક્ત કર્યું. મોદીએ જણાવ્યું કે હું બાળાસાહેબની સંકલ્પ શક્તિનું આદર કરુ છું, તેમની ગેરહાજરીમાં મહારાષ્ટ્રમાં આ પહેલી ચૂંટણી છે.'

મહારાષ્ટ્રથી પોતાની ખાસ લાગણીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે તેઓ આ ધરતીનું ઋણ ચૂકવવા આવ્યા છે, તેમણે જણાવ્યું 'અત્યાર સુધી ભાજપ ક્યારેય પણ સાંગલી લોકસભા ચૂંટણી નથી જીતી શકી, પરંતુ આ વખતે અમે સાંગલીથી જેટલું માંગ્યું તેના કરતા વધારે મેળવ્યું. સાંગલીના મતદાતાઓને શત-શત નમન.'

English summary
Narendra Modi Said 'Maharashtra is elder brother of Gujarat'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X