રાજસ્થાનમાં આજે રેલીઓનો રેલો, મોદીની 5 અને રાહુલની 2 રેલી
જયપુર, 19 નવેમ્બર: રાજસ્થાનમાં મંગળવારથી રેલીઓના વાવાઝોડાનો દોર શરૂ થવા જઇ રહ્યો છે. નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં 5 રેલીઓને સંબોધિત કરશે. નરેન્દ્ર મોદી અલવર, ડીગ, સવાઇ, માધોપુર, દૌસાની બાંદીકુઇ અને જયપુરના દુદુમાં ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. રાહુલ ગાંધી ચિત્તોડગઢ અને બીકાનેરમાં પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી સભાઓને સંબોધિત કરશે એટલે કે તે બે રેલીઓ કરશે.
જો કે રાજસ્થાનમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હવે રાજસ્થાનમાં મુકાબલો કરતાં જોવા મળશે. નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં 1 ડિસેમ્બર પહેલાં 19 જનસભાઓને સંબોધિત કરશે. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની રેલીઓને ધ્યાનમાં રાખતાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

કોંગ્રેસ અને ભાજપ બંને જ પોતાના નેતાઓની સભાઓને સફળ બનાવવાના પ્રયત્નોમાં લાગી ગઇ છે. પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી પહેલીવાર રાજસ્થાનના પ્રવાસ પર આવી રહ્યાં છે. જો કે ચૂંટણી જાહેર થયા પહેલાં રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં રેલીઓ સંબોધિત કરી ચૂક્યાં છે.
કોંગ્રેસ પ્રવક્તા સત્યેન્દ્ર સિંહ રાઘવના અનુસાર રાહુલ ગાંધી ચિત્તોડગઢ અને બીકાનેરમાં ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધિતક કરશે. આ દરમિયાન સ્થાનિક ઉમેદવારો હાજર રહેશે. તેમને જણાવ્યું હતું કે ચૂંટણી સભાઓને લઇને બધી જ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.
બીજી તરફ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાજ્યના પ્રવાસને જોતાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી સભાઓમાં આવનાર લોકોને સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે. સભાસ્થળ પર વર્દીધારી પોલીસ ઉપરાંત સાદા કપડામાં પણ પોલીસ કર્મી તૈનાત રહેશ.












Click it and Unblock the Notifications
