દિલ્હીનો લાલ કિલ્લો 1 કરોડનો, મોદીનો 2 કરોડનો
રાયપુર, 7 સપ્ટેમ્બર: મોદીનો લાલ કિલ્લો. હવે ભલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ મોદીને ભાજપ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં ન આવે પરંતુ ભાજપના કાર્યકર્તાઓને તેમનું લાલકિલ્લા પરથી ભાષણ આપવાનું સપનું પુરું કરી દિધું છે. ભાજપના કાર્યકર્તાઓએ છત્તીસગઢના અંબિકાપુરમાં નરેન્દ્ર મોદીના ભાષણ સ્થળને લાલકિલ્લાની જેમ બનાવ્યો છે.
ખાસ કરીને વાત એમ છે કે શાહજહાં દ્વારા બનાવવામાં આવેલા દિલ્હી સ્થિત લાલ કિલ્લાની કિંમત 1 કરોડ રૂપિયા છે જ્યારે છત્તીસગઢના અંબિકાપુરમાં કામચલાઉ ધોરણે બનાવવામાં આવેલા લાલકિલ્લાનો ખર્ચો 2 કરોડ રૂપિયા જેટલો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે નરેન્દ્ર મોદી છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહની વિકાસ યાત્રાને સંબોધિત કરવા અંબિકાપુર આવી રહ્યાં છે, જેના માટે તેમના ભાષણસ્થળને લાલકિલ્લાની જેમ બનાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીના આવવાથી કાર્તકર્તાઓમાં જોશ છે અને તેમને વિશ્વાસ છે કે ચુંટણી જીતવામાં નરેન્દ્ર મોદી ઇફેક્ટ મદદ કરશે.

શાહજહાં દ્વારા બનાવવામાં આવેલા લાલકિલ્લો તેમનો મહેલ હતો જેમાં મુગલ આર્કિટેક્ટ ઉસ્તાદ અમહમદે ડિઝાઇન કરી હતી. આ કિલ્લાનું નિર્માણ 1638માં શરૂ કર્યું હતું જે 10 વર્ષના સમયગાળામાં 1648માં પૂર્ણ થયું હતું.












Click it and Unblock the Notifications
