Election Express: 'ચૂંટણીમાં અમે જીતીશું અને સરકાર પણ બનાવીશું'
ગાંધીનગર, 21 માર્ચ: લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઇ ગયા છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે કવાયતમાં જોડાઇ ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. અને આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે અમે વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશું.
દિવસ દરમિયાન રાજકીય પટલ શું બની રહ્યું છે? તે જાણવા માટે માટે વનઇન્ડિયા પર સતત અપડેટ સમાચારો જાણવા સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

'ચૂંટણીમાં અમે જીતીશું અને સરકાર પણ બનાવીશું'
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે કહ્યું હતું કે ચૂંટણી પહેલાં સર્વેક્ષણો વિપરીત હોવાછતાં યૂપીએ સરકાર આગામી લોકસભા ચૂંટણીમાં જીત નોંધાવશે. સોનિયા ગાંધીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે ચૂંટણી પહેલાંના સર્વેક્ષણ સતત ખોટા સાબિત થયા છે.
તેમને કહ્યું હતું કે 2004માં કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસની કહાણી સમાપ્ત થઇ જશે, પરંતુ કોંગ્રેસની કહાણી શરૂ થઇ ગઇ. એ જ પ્રમાણે 2009માં કહેવામાં આવ્યું હતું કે અમે હારી રહ્યાં છીએ, પરંતુ અમે જીત્યા. મોટા અંતરે જીત નોંધાવી. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે એટલા માટે મને વિશ્વાસ છે કે અમે સારું પ્રદર્શન કરીશું, અને જીત નોંધાવીશું.

ભાજપનો 'ફૂગ્ગો' ફૂટશે: રાહુલ
નવી દિલ્હી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે લોકસભા ચૂંટણીમાં ભાજપની સંભવિત જીતની ધારણાને પડકાર ફેંકતાં કહ્યું હતું કે આ ફૂગ્ગો ફૂટી જશે. રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યું હતું કે 2004 લોકસભા ચૂંટણી પહેલાં તેના 'ઇન્ડિયા શાઇનિંગ' પ્રચાર અભિયાન બાદ તેને કોંગ્રેસ સામે હાર મળી હતી.
તેમણે કહ્યું હતું કે જ્યારે તે એ ધારણા સાથે આવ્યા, ઇન્ડિયા શાઇનિંગ અભિયાન એક સારું અભિયાન હતું. તમે લોકોએ કહ્યું હતું કે ભાજપ જીતી રહી છે. ભાજપ ઇન્ડિયા શાઇનિંગ પ્રચાર અભિયાન ચલાવવાની ક્ષમતા ધરાવતી હતી. મને એ વાતનો વિશ્વાસ છે કે આ ફૂગ્ગો ફૂટી જશે. રાહુલ ગાંધી કહ્યું હતું કે તેમને ઉત્તર પ્રદેશની વાસ્તવિકતાનો અંદાજો છે. તેમને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં આ ફૂગ્ગો 90 ટકા નહી પરંતુ 100 ટકા ફૂટશે.

મોદી દેશના વડાપ્રધાન ક્યારેય નહી બને: દિગ્વિજય
નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહનો વિચાર છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન ક્યારેય બની શકશે નહી. કોંગ્રેસ મહાસચિવે એક ટ્વિટમાં બુધવારે કહ્યું હતું કે ભારતમાં ઘણા બધા સમજદાર વ્યક્તિ છે અને કટ્ટરપંથી ભારતમાં ક્યારે શાસન કરી ન શકે. આ તે બધા માટે જવાબ છે, જે મને આ અંગે પૂછે છે.
એક અન્ય ટ્વિટમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્તીના નેતા અરવિંદ કેજરીવાલના પ્રશંસક નથી. તે (કેજરીવાલ) 'નાટકવાળો' છે અને ફક્ત નકામી વાતો બોલ્યા કરે છે, જે અંગે તેમની પાસે કોઇ આધાર નથી.

રાખી સાવંત લડશે ચૂંટણી
રાખી સાવંત મુંબઇ ઉત્તર પશ્ચિમથી અપક્ષ લોકસભા ચૂંટણી લડવાની તૈયારીમાં છે. રાખીએ તો એવું પણ કહ્યું હતું કે જો તેને ભાજપ તરફથી ટિકિટ નહીં મળે તો તે પોતાની અલગ પાર્ટી બનાવશે. આ બેઠક પરથી કોંગ્રેસના ગુરુદાસ કામત અને શિવસેનાના ગજાનંદ કિર્તીગર, આમ આદમી પાર્ટીના મયંક ગાંધી એમએનએસના મહેશ માંજરેકર ચૂંટણી લડવાના છે.

બહેન રાબડી વિરૂદ્ધ ચૂંટણી લડશે સાધુ યાદવ
પટણા: આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવના સાળા સાધુ યાદવ પોતાની બહેન અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી વિરૂદ્ધ સારણ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડશે. સાધુ યાદવ સમાજવાદી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટણી લડશે. પહેલાં તેઓ ભાજપમાં જોડાયા હોવાના સમાચાર આવ્યા હતા. તેમણે આ અંગે જાહેરાત કરી હતી કે તેમને ભાજપની ટિકીટ મળી પરંતુ એવું થયું નથી.
સાધુ યાદવ વર્ષ 2009માં ગત વિધાનસભા ચૂંટણી પહેલાં આરજેડી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તેમને બિતિયાથી લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે તે પોતાની બહેન વિરૂદ્ધ ચૂંટણીમાં કિસ્મત અજમાવશે.

કોંગ્રેસનું ઘોષણાપત્ર આજે, ચૂંટણીલડી લૉલીપૉપ મુખ્ય મુદ્દા રહેશે
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે વડાપ્રધાન મનમોહન સિંહ અને રાહુલ ગાંધી સહિત પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ઘોષણાપત્ર જાહેર કરશે. સ્વાસ્થ સેવા તથા રોજગારના કાયદાકીય અધિકાર ક્ષેત્રમાં લાવવો આ ઘોષણા પત્રના મુખ્ય બિંદુ રહેશે. મનમોહન સિંહના નેતૃત્વમાં 10 વર્ષ સુધી આર્થિક ઉદારીકરણની નીતિનું અનુસરણ કર્યા બાદ આ ચૂંટણીમાં રાહુલ ગાંધીનું કેન્દ્રિય ભૂમિકામાં આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા હવે મધ્યમમાર્ગી રાજનીતિ હેઠળ કલ્યાણકારી ઉપાયો પર વિશેશ ધ્યાન આપવાની જરૂરીયાત છે.
ભ્રષ્ટાચારનો સામનો કરવાનો દ્રઢ સંકલ્પ, ગરીબી રેખા નીચે અને મધ્યમ વર્ગ વચ્ચે આવનાર 70 કરોડની વસતીની ઉન્નતિ, મહિલાઓને શક્તિ સંપન્ન બનાવવા અને રાજકારણમાં તેમના પ્રતિનિધિત્વને વધારવાનો વાયદો આ ઘોષણાપત્રની અન્ય વિશેષતાઓ હોઇ શકે છે.

શત્રુધ્ન સિંહા માટે ચૂંટણી પ્રચાર કરશે લવ સિંહા
પટણા: ભલે ફિલ્મોમાં ભાજપના નેતા શત્રુધ્ન સિંહાના પુત્ર લવ સિંહાનો સિક્કો ન ચાલ્યો હોય પરંતુ વર્ષ 2014માં તે પોતાના પિતાની રાજકીય ઇનિંગમાં એક મહત્વનો રોલ ભજવી શકે છે. મળતી માહિતી મુજબ લવ સિંહા પોતાના પિતા શત્રુધ્ન સિંહાના ચૂંટણી પ્રચારમાં જોરશોરથી ભાગ લેશે.
તમને જણાવી દઇએ કે ભાજપે શત્રુધ્ન સિંહાને પટણાના પટણા સાહિબ સીટ પરથી મેદાને ઉતાર્યા છે. ચૂંટણી પ્રચારમાં પહેલાં અભિનેત્રી સોનાક્ષી સિંહા ભાગ લેશે એવા સમાચાર આવ્યા હતા ત્યાર બાદ શત્રુધ્ન સિંહાએ એમ કહીને પુત્રી સોનાક્ષી સિંહાને કોઇપણ પાર્ટી માટે પ્રચાર કરવાની જરૂરિયાત નથી, એમ કહી નકારી કાઢ્યું હતું.

હેમામાલિની વિરૂદ્ધ આચાર સંહિતાનો કેસ દાખલ
મથુરા: મથુરાથી ભાજપની ઉમેદવાર બૉલીવુડ અભિનેત્રી તથા પૂર્વ રાજ્યસભા સદસ્ય હેમામાલિની વિરૂદ્ધ આજે અહીં મોડી રાત્રે ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
નગર મેજિસ્ટ્રેટ રાજેશ કુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભાજપના નેતાને દસ ફોર વ્હિલર વાહનોમાં રોડ શો કરવાની પરવાનગી આપી હતી પરંતુ જ્યારે તેમણે મથુરામાં પ્રવેશ કર્યો તો તેમની સાથે લગભગ ત્રીસ ગાડીઓ ચાલી રહી છે.

વિનોદ ખન્નાને ગુરદાસપુરથી ભાજપની ટિકીટ મળી
નવી દિલ્હી: ભાજપે મંગળવારે રાત્રે લોકસભા ચૂંટણીના નવ ઉમેદવારોની યાદી જાહેર કરી. તેમાં બૉલીવુડના જાણીતા અભિનેતા વિનોદ ખન્નાનું નામ છે જે પંજાબના ગુરદાસપુરથી ચૂંટણી લડશે.
વિનોદ ખન્નાએ પંજાબ કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ સિંહ બાજવા વિરૂદ્ધ ચૂંટણી લડશે જેમણે તેમને 2009માં ચૂંટણીમાં સામાન્ય અંતરેથી હરાવ્યા હતા. ભાજપે રામસ્વરૂપ શર્માને હિમાચલ પ્રદેશના મંડી સંસદીય વિસ્તારથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે જ્યાં તેમનો મુકાબલો વર્તમાન સાંસદ અને મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહ સાથે થશે.

બાબા રામદેવને ચૂંટણી પંચે નોટીસ મોકલી
નવી દિલ્હી: દિલ્હી ચૂંટણી પંચે બાબા રામદેવે રવિવારે રામલીલા મેદાનમાં યોગ શિબિરમાં રાજકીય ગતિવિધિઓની પરવાનગી આપીને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંખન કરવા બદલ આજે કારણ દરશક નોટીસ જાહેર કરવામાં આવી છે. આ યોગ શિબિરમાં ભાજપ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સંબોધિત કર્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
