For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશમાં સભા સંબોધશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi-speech
શિમલા, 29 ઑક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશમાં છે. મોદી હિમાચલના ઉના, મંડી અને કાંગડામાં ચૂંટણી જનસભા સંબોધશે. હિમચાલ પ્રદેશમાં ભાજપની સરકાર છે અને રાજ્યના મુખ્યમંત્રી ડૉક્ટર પ્રેમ કુમાર ધૂમલને મોદીના પ્રચાર-પ્રસાર અને તેમની જનસભા સાથે મોટી આશાઓ જોડાયેલી છે.

પાર્ટીને આશા છે કે મોદી આક્રમક રીતે ચૂંટણી રેલી કરે છે જેના ફાયદો ધૂમલને મળી શકે છે અને ફરીથી સત્તા મેળવવાની તક મળી શકે છે. નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશમાં ત્રણ જગ્યાએ જનસભાને સંબોધશે. આ જનસભાને ધ્યાનમાં રાખતાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

ગઇકાલે વડાપ્રધાને અહીં રેલી યોજી હતી. વડાપ્રધાન મનમોહન સિંહે હિમાચલ પ્રદેશની ભાજપ સરકાર પર આરોપ લગાવતાં કહ્યું હતું કે ભાજપના રાજમાં હિમાચલ પ્રદેશ વિકાસની દોડમાં પાછળ રહી ગયું છે. શિમલાથી 200 કિમી દૂર ઉનામાં પ્રથમ રેલીને સંબોધતાં મનમોહન સિંહે કહ્યું કે નહેરૂ-ગાંધી પરિવારને હિમાચલ પ્રદેશ સાથે ખૂબ લગાવ રહ્યો છે અને તેમને હિમાચલ પ્રદેશના વિકાસ માટેઘણું કર્યું છે અને તેમને કહ્યું હતું કે ભાજપના રાજમાં કશું જ થયું નથી.

English summary
Even though his own state is scheduled to go to polls next month, Gujarat Chief Minister Narendra Modi is headed for the hills as he is all set to join Himachal Pradesh campaign on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X