Live: કાશીનો મિજાજ દેશ જોઈ રહ્યો છે: પીએમ મોદી

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પ્રચંડ જીત મેળવ્યા પછી પીએમ મોદી આજે પહેલીવાર વારાણસી પહોંચી રહ્યા છે.

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પ્રચંડ જીત મેળવ્યા પછી પીએમ મોદી આજે પહેલીવાર વારાણસી પહોંચી રહ્યા છે. પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી 4.79 લાખ મતો ઘ્વારા જીત મેળવનાર પીએમ મોદી આજે કાશી પહોંચ્યા છે. આજે તેઓ અહીંની જનતાનો આભાર વ્યક્ત કરશે. પીએમ મોદી આજે કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા માટે પણ જશે. પીએમ મોદી આજે કાશીમાં આવવાને કારણે તેમની સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વારાણસીમાં પીએમ મોદી આજે પાર્ટી કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે.

Narendra Modi

May 27, 2019, 1:21 pm IST

કાશીમાં સમર્થકો માટે ચૂંટણી હાર-જીતનો મુદ્દો નહીં પરંતુ લોકશિક્ષા, લોકસમર્પણનો પર્વ હતો: પીએમ મોદી
May 27, 2019, 1:16 pm IST

વિરોધી ઉમેદવારો અને મીડિયાનો મનથી આભાર, પારદર્શિતા અને પરિશ્રમથી બધું જ સંભવ છે: પીએમ મોદી
May 27, 2019, 1:15 pm IST

છેલ્લા 5 વર્ષમાં 32,000 કરોડની પરિયોજનો: પીએમ મોદી
May 27, 2019, 1:07 pm IST

પીએમ મોદીએ આજે કાશીમાં પોતાના વક્તવ્યમાં કહ્યું કે પાર્ટી અને તેમના આદેશનું તેઓ પાલન કરે છે
May 27, 2019, 1:06 pm IST

કાશીમાં ચૂંટણી લોકઉત્સવ બની, કાશીએ મને ઘણો પ્રેમ આપ્યો છે: પીએમ મોદી
May 27, 2019, 12:48 pm IST

હું જયારે એક મહિના પહેલા અહીં આવ્યો હતો ત્યારે જે શાન સાથે કાશીએ એક વિશ્વરૂપ બતાવ્યું હતું, તેને ફક્ત કાશી અને યુપીને જ નહિ પરંતુ આખા દેશને પ્રભાવિત કર્યું હતું: પીએમ મોદી
May 27, 2019, 12:35 pm IST

પંડિત દીનદયાલ હસ્તકલા સંકુલ પહોંચ્યા પીએમ મોદી, કાર્યકર્તાઓને સંબોધન કરશે
May 27, 2019, 11:03 am IST

જીત પછી પહેલીવાર વારાણસીમાં પીએમ મોદી, કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી રહ્યા છે
May 27, 2019, 10:39 am IST

એરપોર્ટથી વિશ્વનાથ મંદિર તરફ જવા માટે નીકળ્યા પીએમ મોદી, રસ્તામાં લોકોએ જોરદાર સ્વાગત કર્યું. પીએમ મોદીએ પણ તેમનું અભિવાદન કર્યું.
May 27, 2019, 10:31 am IST

એરપોર્ટ પર રાજ્યપાલ, સીએમ યોગી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહ સહીત ઘણા નેતાઓ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા
May 27, 2019, 10:31 am IST

કાશી વિશ્વનાથની બહારનો નજારો કંઈક આવો જોવા મળી રહ્યો છે
May 27, 2019, 10:30 am IST

પ્રચંડ જીત પછી પહેલીવાર વારાણસી પહોંચ્યા પીએમ મોદી
May 27, 2019, 10:29 am IST

પીએમ મોદીના સ્વાગત માટે કાશીમાં ભારે તૈયારીઓ કરવામાં આવી છે સ્થાનીય કલાકારો પણ સ્વાગત માટે તૈયાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X