પીએમ પદના ઉમેદવાર તરીકે 72 ટકા લોકોની પસંદગી મોદી

જોકે, ભારતીય જનતા પક્ષના નેતા અરુણ જેટલી અગાઉ જ કહી ચુક્યાં છે કે એનડીના વડાપ્રધાન પદના ઉમ્મેદવાર અંગે નિર્ણય એકલો ભાજપ નક્કી નહીં કરે. બધા સાથી પક્ષો મળીને જ આ નિર્ણય કરશે. જેટલીની આ જાહેરાત પછી એ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે એનડીએ કોને પીએમ પદના ઉમ્મેદવાર ગણે છે.
આ જ મુદ્દે ‘વનઇંડિયા તમિળ' દ્વારા કરાવાયેલ એક સર્વેમાં મોદી ઉપરાંત લાલકૃષ્ણ અડવાણી, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ અને નીતિશ કુમારના નામોનો સમાવેશ કરાયો હતો. ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધી કરાયેલા આ સર્વેમાં કુલ 17 હજાર નાગરિકોએ ભાગ લીધો, જેમાંથી 72.2 ટકા એટલે કે 12 હજાર 560 નાગરિકોએ મોદીને વોટ આપ્યો. બીજી બાજુ અડવાણીને માત્ર 10.1 ટકા એટલે કે 1 હજાર 762 નાગરિકોએ વોટ આપ્યો. નીતિશ કમારના પક્ષે 9.3 ટકા (1 હજાર 626), સુષ્મા સ્વરાજના પક્ષે 4.6 ટકા (807) અને અરુણ જેટલીના પક્ષે 3.7 ટકા (647) નાગરિકો રહ્યાં.
ખાસ વાત એ છે કે સર્વેમાં ભાગ લેનારાઓમાં મોટેભાગે તમિળ ભાષીઓ છે. એટલે કે ગુજરાતના વિકાસને જોનારા ખરેખર એવુ ઇચ્છે છે કે મોદી વડાપ્રધાન બને.
અધૂરા રહી જશે નીતિશના ઓરતાં
આ સર્વે ઉપરથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે નીતિશ કુમાર જો પીએમ બનવાનાં સપના સેવતાં હોય, તો હાલ તેમના ઓરતાં અધૂરા રહી જવાની શક્યતા છે. વર્તમાન રાજકીય સમીકરણો તો એમ જ કહે છે કે નીતિશ કુમાર મોદી ને પીએમ તરીકે રજુ કરવાનો સખત વિરોધ કરે છે.
જેમ જેમ લોકસભાની ચુંટણીઓ નજીક આવતી જાય છે, તેમ-તેમ નીતિશ અને મોદી વચ્ચેનું અંતર વધતું જાય છે.
(તમે પણ ભાગ લો વનઇંડિયાના સર્વેમાં.)












Click it and Unblock the Notifications
