મોદી મેજિક : સંઘની દેશભરમાં 2000 નવી શાખાઓ ખૂલી

નવી દિલ્હી, 14 એપ્રિલ : દેશભરમાં ચાલેલી નરેન્દ્ર મોદીના નામની હવાને પરિણામે સીધો ફાયદો સંઘને થયો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશમાં સંઘની 2000 જેટલી નવી શાખાઓ ખુલી છે.

સંગઠનના સભ્‍યોની સંખ્‍યા કોંગ્રેસના નેજા હેઠળની યુપીએ સરકારના શાસનમાં ક્રમશઃ ઘટી રહી હતી તેની શાખાઓ વધી છે તથા તેમાં સભ્‍ય બનવા માટે ઉત્તર પ્રદેશમાં તો રીતસરની લાઈન લાગી રહી છે. દેશભરમાં ત્રણ માસથી ઓછા સમયમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ (આરએસએસ)ની 2000 કરતાં વધારે શાખા ખુલી છે. જયારે 2013ના અંત સુધીમાં દેશભરમાં 44,982 શાખા હતી પણ 2014માં લગભગ 51,000 શાખા છે.

narendra-modi-bjp

યુપીએના છેલ્લા 10 વર્ષના શાસન દરમિયાન આરએસએસની શાખાઓ ઘટવા મંડી હતી. 2010માં ફક્‍ત 39,283 શાખા હતી. પરંતુ જેમ જેમ આ શાસનના એક પછી એક ગોટાળા, કૌભાંડ, ભ્રષ્ટાચાર, માઝા મૂકતી મોંઘવારી વગેરે સામે આવતું ગયું તેમ તેમ આ શાખાઓમાં આવતા લોકોની સંખ્‍યા વધવા મંડી હતી. વળી, નરેન્‍દ્ર મોદીને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવ્‍યા ત્‍યારથી આરએસએસની શાખા વધી ગઈ છે.

એક સ્‍વયંસેવકે નામ ન છાપવાની શરતે જણાવ્‍યું હતું કે, કેટલાક લોકો ઘણા વખતથી આરએસએસની શાખામાં નહોતા આવતા પણ હવે તેમણે આવવાનું આરંભી દીધું છે. ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડ માટે સંઘનો પ્રચાર કરતાં કૃપાશંકરે જણાવ્‍યા અનુસાર અમારી શાખામાં ચરિત્ર નિર્માણ, આદર્શવાદ, શિસ્‍ત તેમ જ હિંદુત્ત્વ પર ખાસ ભાર મૂકવામાં આવે છે.

અશોક સિંહા નામક પ્રચારકે કહ્યું હતું કે, સંઘ માટે લોકસભાની ચૂંટણી રાષ્ટ્રીય તહેવાર સમાન છે. ચૂંટણી વેળાએ અમારી પ્રવૃત્તિઓ વધી જાય છે. અમે સમાજમાં એકતા લાવવાનું કાર્ય કરીએ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X