17 મેના રોજ મોદી જશે કાશી, કરશે ગંગા આરતી

નવી દિલ્હી, 15 મે: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ચૂંટણીના સમયે વારાણસીમાં ગંગા આરતીની ઇચ્છા ભલે પૂરી ના થઇ શકી હોય. પરંતુ મોદી પોતાની આ ઇચ્છા પરિણામ જાહેર થયા બાદ કરશે.

મળતી માહીતી અનુસાર લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થયાના એક દિવસ બાદ એટલે કે 17 મેના રોજ નરેન્દ્ર મોદી પોતાના લોકસભા વિસ્તાર વારાણસીમાં જશે. વારાણસીમાં પહોંચ્યા બાદ મોદી ગંગા આરતીમાં સામેલ થશે. જ્યારે આરતી બાદ મોદી વારાણસીના પ્રસિદ્ધ ભગવાન વિશ્વનાથના દર્શન કરવા માટે વિશ્વનાથ મંદિર પણ જશે.

narendra modi
મોદીના આગમનને લઇને વારાણસીમાં ભાજપ કાર્યકર્તાઓમાં ખાસો ઉત્સાહ છે. તેમણે મોદીના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરી રાખી છે. વારાણસીમાં મોદીનું સ્વાગત ઢોલ-નગારાઓની સાથે કરવામાં આવશે. આની સાથે જ મોટા પાયા પર મિઠાઇઓ વહેંચવાની તૈયારી કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે આ પહેલા વારાણસીમાં મતદાન પહેલા મોદીને બેનિયાબાગમાં રેલી કરવાની પરવાનગી આપવામાં આવી ન્હોતી, ત્યાર બાદ મોદીએ ગંગા આરતી પણ ન્હોતી કરી. જોકે હવે જોવાનું એ રહે છે કે આવતીકાલે પરિણામો ભાજપ તરફી આવે છે કે નહીં, અને જો અપેક્ષા વિરુધ્ધ પરિણામો આપશે તો મોદી પોતાના કાર્યક્રમમાં શો ફેરફાર કરશે એ સમય જ બતાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X