ભાજપનો છેલ્લો દાવ: મોદી વડોદરા છોડશે, વારાણસીથી રહેશે સાંસદ
નવી દિલ્હી, 10 મે: દેશમાં લોકસભા ચૂંટણી હવે તેના છેલ્લા પડાવ પર છે, છતાં દરેક કલાકે રાજકીય પાર્ટીઓ અને નેતાઓ પોતાના છેલ્લા પત્તા ખોલી રહ્યા છે અને ચોંકાવનારા નિવેદનોની સાથે સાથે ચોંકાવનારી જાહેરાતો પણ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે આજે એવી જાહેરાત કરી દીધી છે કે નરેન્દ્ર મોદી લોકસભામાં સાંસદ તરીકે વારાણસીથી જ જશે.
ભારતીય જનતા પાર્ટીએ પોતાનો છેલ્લો દાવ ખેલીને આજે આવી જાહેરાત કરી છે. રાજનાથ સિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ એવો નિર્ણય લીધો છે કે નરેન્દ્ર મોદી સાંસદ તરીકે ભલે વડોદરા અને વારાણસી એમ બંને બેઠકો પર ચૂંટાઇને આવે પરંતુ પાર્ટીએ તેમને વારાણસી બેઠકથી જ સંસદમાં મોકલવાનો નિર્ણય કર્યો છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થઇ ગઇ હોવાથી હવે ભાજપને એ વાત કોઇ ભય નથી રહ્યો કે તેમને આ પ્રકારની જાહેરાતથી કોઇ નુકસાન થશે, જ્યારે બીજી બાજું તેઓ વારાણસીમાં મતદાનના બે દિવસ પહેલા આ પ્રકારની જાહેરાત કરીને લોકોને લાગણીને વહેણમાં પોતાની તરફ ખેંચવાનો મોટો પ્રયાસ ભાજપ તરફથી માનવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
