મોદી 26મીએ બનશે વડાપ્રધાન, રાષ્ટ્રપતિએ સરકાર રચવા આપ્યું આમંત્રણ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 મે: ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી 26 મેના રોજ સાંજે 6 વાગ્યે ભારતના વડાપ્રધાન પદના રૂપમાં શપથ ગ્રહણ કરશે. નરેન્દ્ર મોદી દેશના એ વડાપ્રધાનમાંથી હશે જેમની માતા એ જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે કે તેમનો દિકરો વડાપ્રધાન બની રહ્યો છે. શપથ ગ્રહણ સમારંભમાં ભાજપ 300થી વધારે લોકોને આમંત્રણ આપવાની આશા વ્યક્ત કરી રહી છે.

મંગળવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કર્યા બાદ મોદીને સરકાર બનાવવાનું આમંત્રણ પણ પ્રણવ દાએ આપી દીધું છે. 13 સપ્ટેમ્બરના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. કેટલાંક ક મહિનામાં જોત-જોતામાં તસવીર એટલી બદલાઇ ગઇ છે કે માનો કે આ બધું જ હમણા થોડા દિવસ પહેલા જ બન્યું હોય. રાજનાથે વર્ષ 2013માં એક નિવેદન આપતા જણાવ્યું હતું કે વર્ષ 2014 દરમિયાન આવનારી 15 ઓગષ્ટે ભાજપ જ લાલ કિલ્લાથી તિરંગો લહેરાવશે.

રાજનાથની વાત સાચી પડી સાથે જ નરેન્દ્ર મોદીની પણ. મોદીએ ચૂંટણી રેલી દરમિયાન જ કહી દીધું હતું કે 'મને આ ભીડ જોયા બાદ એ કહેવાની કોઇ જરૂરત મહેસૂસ નથી થઇ રહી કે દેશનો હવે પડીનો વડાપ્રધાન કોણ બનશે.' મોદીની આ વાત સાચી પણ પડી અને આખી ભીડે તેમને જોરદાર વોટ આપ્યા. નમોએ સંસદના સેંટ્રલ હોલમાં લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે જો આજે અહીં અટલ બિહારી વાજપેઇ હાજર રહી શક્યા હોત તો સોનામાં સુગંધ ભળતી.

modi
English summary
Narendra Modi will take oath as a Prime Minister on 26th May in New Delhi. After Parliamentary meeting of BJP in Parliament this decision came out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X