For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવતા મહિને મુલાયમના ગઢમાં હુંકાર ભરશે મોદી

|
Google Oneindia Gujarati News

narendra modi
નવી દિલ્હી, 19 જૂન : ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચૂંટણી પ્રચાર અભિયાન સમિતિની કમાન સંભાળનાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જુલાઇમાં ઉત્તર પ્રદેશ જશે. લોકસભા ચૂંટણીના ગણિતની દ્રષ્ટિએ આ રાજ્ય મહત્વપૂર્ણ છે, જ્યાંથી 80 સાંસદ ચૂંટાઇને આવે છે.

ભાજપા સૂત્રોએ આજે આ જાણકારી આપતા જણાવ્યું કે મોદીએ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવો અને કાર્યક્રમ ક્રિયાન્વયન સમિતિની બેઠકમાં ભાગ લીધો જેમાં આવનાર લોકસભા ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા થઇ. આ બેઠકમાં મુક્તાર અબ્બાસ નકવી, અનંત કુમાર, અમિત શાહ, રામલાલ, થાવરચંદ ગહલોત સૌદાન સિંહ ધર્મેન્દ્ર પ્રધાન અને મુરલીધર રાવ હાજર રહ્યા હતા.

પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહને બેઠકમાં સામેલ હોવાનું હતું પરંતુ મુંબઇમાં કાર્યક્રમ હોવાના કારણે તેમાં સામેલ થઇ શક્યા નહીં. સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં લોકસભા ચૂંટણીના પ્રચારની તૈયારી અંગેની આરંભિક ચર્ચા કરવામાં આવી. ઉત્તરપ્રદેશના પ્રભારી અમિત શાહે રાજ્યમાં પાર્ટીની સૂચના તૈયારીઓ અંગે મોદીને જાણકારી આપી. આ ઉપરાંત મધ્યપ્રદેશ છત્તિસગઢ રાજસ્થાન અને ઝારખંડના આગામી વિધાનસભા ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી.

સૂત્રોએ જણાવ્યું કે મોદીની સભા કરાવવાની માંગ દરેક રાજ્યમાંથી આવી રહી છે. ખાસ કરીને મોદી પાસે ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી અભિયાન શરૂ કરાવવાની માંગ છે અને તેને ધ્યાનમાં રાખતા મોદી અહીં આવી શકે છે.

સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર વિશ્વહિન્દુ પરિષદે અયોધ્યામાં એક કાર્યક્રમ રાખ્યો છે જેના માટે મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ પૂર્વનિર્ધારિત કાર્યક્રમોની વ્યસ્તતાઓને પગલે તેઓ આવી શકે તેમ નથી.

English summary
Narendra Modi will visit to Utter Pradesh next month source said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X