"નરેન્દ્ર મોદી PM હોત તો 24 કલાકમાં બદલો લીધો હોત"

narendra-modi-giriraj-singh
બાંકા, 13 જાન્યુઆરી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા અને બિહારના પશુપાલન તથા મત્સ્ય સંસાધન વિભાગના મંત્રી ગિરિરાજ સિંહે એક વિવાદાસ્પદ નિવેદન આપીને કોંગ્રેસ અને યુપીએ સરકારના સાથી પક્ષોને હચમચાવી મૂક્યા છે. ગિરિરાજ સિંહે પોતાના નિવેદનથી લોકસભા ચૂંટણી 2014માં ભાવિ વડાપ્રધાનના સંભવિત ઉમેદવારોમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામને ફરી એકાવાર ઉછાળ્યું છે. સિંહે નિવેદન કર્યું છે કે "જો નરેન્દ્ર મોદી અત્યારે PM હોત તો 24 કલાકમાં જ પાકિસ્તાની સેનાની નાપાક હરકતોનો બદલો લઇ લીધો હોત".

બાંકામાં શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેઓ ભારતીય સીમા પર ફરજ બજાવી રહેલા ભારતીય સેનાના જવાનો સામે પાકિસ્તાની સેનાએ કરેલા ગોળીબાર અને ત્યાર બાદ બે ભારતીય જવાનોના શિરચ્છેદની ઘટના અંગે પ્રતિક્રિયા આપી રહ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે આજે દેશને એક મજબૂત વડાપ્રધાનની જરૂર છે. જો આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોત તો પાકિસ્તાન આવી હિંમત કરી શક્યું ન હોત. આમ છતાં જો પાકિસ્તાન આવી હિંમત કરત તો માત્ર 24 કલાકની અંદર જ અમે લોકો તેનો બદલો લઇ લીધો હોત. તેમણે એમ પણ જણાવ્યું કે નબળાં વડાપ્રધાનના હાથમાં દેશ સુરક્ષિત નથી.

આ સાથે સિંહે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના વખાણ કરતા જણાવ્યું કે વાજપેયીના શાસનકાળમાં પાકિસ્તાને દ્વારા કારગિલમાં સૈનિક કાર્યવાહી કરવામાં આવી હતી. જેનો જડબાતોડ જવાબ આપીને તેમણે દેશની મર્યાદાની સુરક્ષા કરી હતી. આજે ભારતની સરહદ પર તણાવની સ્થિતિ છે. પાકિસ્તાનની સેના દિવસ - રાત ગોળીબાર કરી રહી છે, છતાં કેન્દ્ર સરકાર ચૂપ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X