For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને PMના દાવેદાર ગણાવવા પાછળ વિરોધી દળોનો હાથ : તોગડીયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi-namaste
જબલપુર, 31 ડિસેમ્બર : વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ કહ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના દાવેદાર બતાવવામાં વિરોધી દળોનો હાથ છે, કારણ કે ભાજપ અને એનડીએ નબળુ પડે અને તેનો ફાયદો યૂપીએ ઉઠાવી શકે.

ડૉ. પ્રવિણ તોગડીયાએ અહીં સંવાદદાતાઓ સાથેની વાતચીત દરમિયાન આ અંગે પૂછવામાં આવતાં તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા સંબંધી ચર્ચા વિરોધી દળો દ્રારા કરવામાં આવી રહી છે. કારણ કે ભાજપ અને એનડીએ નબળુ પડે અને તેનો લાભ યૂપીએ ખાંટી શકે. તેમને કહ્યું હતું કે એનડીએને બહુમત મળ્યા બાદ લોકતાંત્રિક પ્રક્રિયાથી વડાપ્રધાનની પસંદગી કરવામાં આવશે.

અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં પ્રવિણ તોગડિયાએ કહ્યું હતું કે લોકસભાની ચુંટણી 2014માં છે. અડવાણીને ફરીથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવે કે નહી તે વિવાદમાં તે ભાગ લેવા માંગતા નથી.

English summary
VHP leader Pravin Togadia claim that UPA government made a plotting of Narendra Modi's projection as PM, so they could break NDA association easily.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X