50 આતંકવાદીને ઠાર મારનાર નરેશ કુમારને મેડલ, જાણો યોદ્ધાની કહાની

50 આતંકવાદીને ઠાર મારનાર નરેશ કુમારને મેડલ, જાણો યોદ્ધાની કહાની

નવી દિલ્હીઃ જમ્મુ- કાશ્મીરની ચોકીદારી કરતી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દેશની એક મહત્વની પેરામિલેટ્રી ફોર્સ છે. આ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ તરીકે પોતાની સેવાઓ આપી રહેલા નરેશ કુમારને ગણતંત્ર દિવસના અવસર પર વીરતા માટે પોલીસ મેડલ એટલે કે પોલીસ મેડલ ફૉર ગેલેન્ટ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. 34 વર્ષના નરેશ કુમાર સીઆરપીએફના એવા યોદ્ધા છે જેમણે જમ્મુ કાશ્મીરમાં પોતાની રાઈફલના દમ પર 50 આતંકવાદીઓનો સફાયો કર્યો છે.

ઘાટીમાં 5 વર્ષ વિતાવ્યા

ઘાટીમાં 5 વર્ષ વિતાવ્યા

સીઆરપીએફના આ ઑફિસરે ન્યૂજ એજન્સી એએનઆઈને એક ખાસ ઈન્ટર્વ્યૂ આપ્યું છે. તેમણે જણાવ્યું, 'વર્ષ 2018માં થયેલ એક ઓપરેશનના કારણે મને આ વર્ષે પીએમજીથી પુરસ્કૃત કરવામાં આવશે જેને છતરબલ વિસ્તારમાં અંજામ આપવામાં આવ્યો હતો.' તેમણે જણાવ્યું કે આ ઓપરેશનમાં લશ્કર એ તૈયબાના ટૉપ આતંકી શૌકત અહમદ છાકને ઠાર મારવામાં આવ્યો હતો જે ઘાટીનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. કુમારે જણાવ્યું કે તેમણે જમ્મુ કાશ્મીરમાં પાંચ વર્ષ વિતાવ્યા છે. તેમણે ઈન્ડિયન આર્મી અને જમ્મુ-કાશ્મીર પોલીસને પણ ધન્યવાદ કહ્યું છે જેના કારણે સીઆરપીએફે ઘાટીમાં કેટલાય આતંકવાદીઓનો સફાયો કરવામાં સફળતા હાંસલ કરી છે. આસિસ્ટન્ટ કમાંડેન્ટ નરેશ કુમારે જણાવ્યું કે તેમણે જે કોઈપણ ઓપરેશન કર્યાં છે તેની ગણતરી કરવી ઘણી મુશ્કેલ છે. પરંતુ તેમની ટીમ ઘાટીમાં 50 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી ચૂકી છે.

પત્ની પણ CRPFમાં અને પિતા રિટાયર સૈનિક

પત્ની પણ CRPFમાં અને પિતા રિટાયર સૈનિક

તેમણે કહ્યું કે, 'ઠાર મરાયેલા આ 50 આતંકવાદીઓમાંથી કેટલાય જૈશ એ મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીનના ટૉપ આતંકી હતા.' નરેશ કુમારે આ અવસર પર તેમને પહેલીવાર મળેલ પીએમજીની પણ કેટલીક યાદો શેર કરી. તેમણે જણાવ્યું કે પહેલીવાર વર્ષ 2017માં તેમને આ સન્માન મળ્યું હતું. આસિસ્ટેન્ટ કમાંડેંટ નરેશ કુમારના શબ્દોમાં જ સાંભળીએ તો તેમણે કહ્યું કે, 'મેં મારો પહેલો પીએમજી પુરસ્કાર વર્ષ 2017માં હાંસલ કર્યો હતો જે શ્રીનગરમાં વર્ષ 2016માં થયેલ એક ઓપરેશન બદલ મળ્યો હતો.' તેમની પત્ની શીતલ રાવત પણ સીઆરપીએફમાં આસિસ્ટેન્ટ કમાંડેંટ છે અને કાશ્મીરમાં પોસ્ટેડ છે. તેમના પિતા ઈન્ડિયન આર્મીમાંથી રિટાયર છે.

NSA ડોભલે પણ વખાણ કર્યાં

NSA ડોભલે પણ વખાણ કર્યાં

તેમણે આગળ કહ્યું કે, 'અમે બે વિદેશી આતંકવાદીઓને માર્યા હતા. આવી રીતે વર્ષ 2018માં બે પીએમજી મળ્યા જે હિજબુલના કમાન્ડર્સને મારવા માટે મળ્યા હતા.' તેમણે જણાવ્યું કે તેમને બે પીએમજી મળ્યા છે જેમાંતી એક ગણતંત્ર દિવસ અને એક સ્વતંત્રતા દિવસના અવસર પર મળ્યા. ઑફિસરે જણાવ્યું કે જ્યારે તેમણે લશ્કરના આતંકી અહમદ ટાકને ઠાર માર્યો ત્યારે નેશનલ સિક્યોરિટી એડાઈઝર અજીત ડોભલે પણ તેમનાં વખાણ કર્યાં હતાં આસિસ્ટેન્ટ કમાંડેંટ નરેશ કુમારને 11 ડીજી સીઆરપીએફ કમાંડેંટ ડેસ્ક, બે જમ્મુ કાશ્મીર પોલીસ મેડલ અને ઘણા અવસર પર એનઆઈએ તરફથી પણ પ્રશંસા હાંસલ થઈ છે.

આ વખતે CRPFને સૌથી વધુ પુરસ્કાર

આ વખતે CRPFને સૌથી વધુ પુરસ્કાર

હાલમાં જ કુમારને કાશ્મીરથી બહાર પોસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ વર્ષે સીઆરપીએફને જમ્મુ-કાશ્મીર પોલીસ બાદ સૌથી વધુ 76 વીરતા પુરસ્કાર મળ્યા છે. રાજ્ય પોલીસને 108 મેડલ્સ મળ્યા છે. સીઆરપીએફના ડીજી ડૉ એપી માહેશ્વરીએ તમામ પદક વિજેતાઓ અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે. સાથે જ શહીદોના પરીજનોને શ્રદ્ધાપૂર્વક નમન કર્યા છે. તેમણે કહ્યું કે સીઆરપીએફ એવા બહાદુરોનો આભાર વ્યક્ત કરે છે જેમના થકી સીઆરપીએફનું નામ ઉંચાઈઓ પર પહોંચ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X