નાસાએ જાહેર કરી કેટલીક હેરાન કરતી ફોટો, ભભૂકી રહ્યા દેશના કેટલાક ભાગ
નાસા ઘ્વારા જાહેર કરવામાં આવેલી છેલ્લા 10 દિવસની તસવીરો મુજબ ભારતના મોટા ભાગમાં આગ જેવા નિશાન દેખાઈ રહ્યા છે.
નાસા ઘ્વારા જાહેર કરવામાં આવેલી છેલ્લા 10 દિવસની તસવીરો મુજબ ભારતના મોટા ભાગમાં આગ જેવા નિશાન દેખાઈ રહ્યા છે. આ સ્થિતિ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સહીત દક્ષિણના રાજ્યોમાં જોવા મળી રહી છે. આ આગના નિશાન પાછળ જંગલની આગ પણ કારણ હોઈ શકે છે. પરંતુ ભારતના મોટા ભાગમાં દેખાઈ રહેલા આગના નિશાનો પાછળ નાસા રિસર્ચ સાયન્ટિસ્ટ હિરેન જેઠવા ઘ્વારા જણાવવામાં આવ્યું કે મધ્ય ભારતમાં આગના નિશાન દેખાવવા માટે જંગલની આગ નહીં પરંતુ ફસલના અવશેષ સળગાવવાની આગ છે.
કૃષિ વિજ્ઞાન મુજબ ડાંગર પશુઓ માટે ચારા રૂપે યોગ્ય નથી. એટલા માટે ખેડૂત તેને ખેતરમાં સળગાવી દે છે. પરંતુ હવે ઘઉંની ખેતીમાં અવશેષ સળગાવવાનું પણ ખેડૂતે ચાલુ કર્યું છે.

ભારતના ઘણા ભાગોમાં આગ જેવા નિશાન
નાસા ઘ્વારા જાહેર કરવામાં આવેલી તસ્વીરોમાં જે રાજ્યોમાં આગના નિશાન દેખાઈ રહ્યા છે તે ધાન અને ઘઉંની ખેતી માટે ઓળખાય છે. પાકની કાપણી બે રીતે થાય છે, એક ખેડૂત જાતે તેને કાપે છે અને બીજું મશીનોના ઉપયોગ ઘ્વારા કાપણી કરવામાં આવે છે. પરંતુ હવે મજૂરોની ખોટને કારણે મશીનો ઘ્વારા જ વધારે કામ લેવામાં આવે છે.

પાકના અવશેષ સળગાવવાનું પ્રચલન વધ્યું
કૃષિ વિજ્ઞાનનું કહેવું છે કે પાકના અવશેષ સળગાવવાનું પ્રચલન એટલા માટે વધ્યું કારણકે હવે ખેડૂત પાકની કાપણી મશીન ઘ્વારા કરે છે. એટલા માટે પાકના અવશેષ ખેતરમાં રહી જાય છે. તેને હટાવવું સરળ નથી હોતું. એટલા માટે ખેડૂત તેને સળગાવી દેવું સરળ સમજે છે. પાકના અવશેષ સળગાવવાનું પ્રચલન હવે પંજાબ અને હરિયાણા સુધી સીમિત નથી રહી ગયું.

આગના સૌથી વધુ નિશાન મધ્યપ્રદેશ માં જોવા મળ્યા
આગના સૌથી વધુ નિશાન મધ્યપ્રદેશમાં જોવા મળ્યા છે. આ રાજ્ય ઘઉં અને ડાંગરની ખેતીમાં આગળ છે. એમપી સિહોર જિલ્લામાં આ વર્ષે 10 ખેડૂતોને ઘઉંના પાકના અવશેષ સળગાવવા માટે ધરપકડ કરી લેવામાં આવી હતી કારણકે તેમની લગાવેલી આગ પાડોશના ખેતર સુધી પહોંચી ગયી હતી. આગની આ ઘટનામાં એક મહિલાની મૌત પણ થઇ ગયી હતી.












Click it and Unblock the Notifications
