Nasal Vaccine Price: નેઝલ વેક્સીનની કિંમત નક્કી, જાણો શું છે ભાવ
ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલ કોરોનાની નેઝલ વેક્સીનની કિંમત નક્કી કરી દેવામાં આવી છે.
Nasal Vaccine Price: કોરોના પ્રકોપ વચ્ચે દેશમાં નેઝલ વેક્સીનના ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે કેન્દ્ર સરકારે ભારત બાયોટેકની નેઝલ વેક્સીનના રેટ પણ નક્કી કરી દીધા છે. આ વેક્સીન નાક દ્વારા અપાશે. જેની કિંમત ખાનગી હૉસ્પિટલોમાં 800 રુપિયા અને સરકાર માટે 325 નક્કી કરવામાં આવી છે.

જાન્યુઆરીના ચોથી સપ્તાહથી મળશે
ભારત બાયોટેકની નાકની રસીની કિંમત ખાનગી હૉસ્પિટલોમાં 800 રૂપિયાથી વધુ હશે અને હવે કોવિન પોર્ટલ પર સ્લૉટ બુક કરી શકાશે તેમ ફાર્માસ્યુટિકલ ચીફે માહિતી આપી હતી. નેઝલ વેક્સીન iNCOVACC જાન્યુઆરીના ચોથા સપ્તાહમાં લૉન્ચ કરવામાં આવશે. iNCOVACC કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા બલ્ક ખરીદી માટે ડોઝ દીઠ ₹325નો ખર્ચ થશે.
બૂસ્ટર ડોઝ તરીકે વેક્સીનને કરી સામેલ
તમને જણાવી દઈએ કે તાજેતરમાં ચીનમાં કોરોનાના નવા કેસોમાં અચાનક વધારો થયા બાદ iNCOVACC 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર શૉટ તરીકે રજૂ કરવામાં આવ્યુ હતુ. જેને ભારત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. સરકારે રસીકરણ કાર્યક્રમમાં બૂસ્ટર ડોઝ તરીકે નેઝલ વેક્સીનનો સમાવેશ કર્યો છે. આ રસીનુ વૈજ્ઞાનિક નામ BBV154 છે. ભારત બાયોટેકે તેનુ નામ iNCOVACC રાખ્યુ છે.
આ રીતે લાગશે ડોઝ
નોંધનીય છે કે નેઝલ વેક્સીન ઇન્ટ્રા નેઝલ છે, જેનો અર્થ છે કે આ રસીનો ઉપયોગ નાક દ્વારા ટીપુ નાખીને કોવિડ સામે રક્ષણ આપવા માટે હથિયાર તરીકે બુસ્ટર ડોઝ તરીકે કરવામાં આવશે. બંને નસકોરામાં રસીના 2-2 ટીપાં નાખવામાં આવશે. આ રસી લગાવવાથી કોઈ પીડા નહીં થાય. ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે વૉશિંગ્ટન યુનિવર્સિટીના સહયોગથી નેઝલ વેક્સીન વિકસાવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક મહિનાઓથી કોરોનાએ ચીનમાં આતંક ફેલાવ્યો છે. ચીન ઉપરાંત જાપાન અને અમેરિકા સહિત ઘણા દેશોમાં કોરોનાના ઓમિક્રોનના નવા વેરિઅન્ટ BF7એ લોકોની ચિંતા વધારી દીધી છે. આવી સ્થિતિમાં ભારત સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
