For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્યપ્રદેશમાં બનશે રાષ્ટ્રીય ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન

|
Google Oneindia Gujarati News

ભોપાલ, 11 જૂન, મધ્યપ્રદેશની નર્મદા ઘાટીમાં વિખરાયેલા ઓછામાં ઓછા છ કરોડ વર્ષ જૂના જુરાસિક ખજાનાને આવનારી પેઢીઓ માટે એકઠી કરવા માટે નજીકના ઘાર જિલ્લામાં રાષ્ટ્રીય ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન વિકસિત કરવાનો રસ્તો સાફ થઇ ગયો છે. આ મહત્વની પરિયોજના ઘન ફાળવણીના અભાવના કારણે ઘણા લાંબા સમયથી અટકેલી હતી.

વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આદિવાસી બહુલ ધાર જિલ્લાના પાડલ્યા ક્ષેત્રમાં અંદાજે 89 હેક્ટરમાં રાષ્ટ્રીય ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન વિકસીત કરવા માટે મધ્યપ્રદેશ સરકારે પહેલા ચરણમાં 77 લાખ રૂપિયાની ફાળવણી કરી છે. આ પરિયોજનાને લઇને ગજટ અધિસૂચના પણ જારી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, અહીંથી 150 કિમી દૂર રાષ્ટ્રીય ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાનને વિકસીત કરવામાં અંદાજે ત્રણ કરોડ રૂપિયાની અનુમાનિત લાગત આવશે અને તેનું કામ ઓછામા ઓછા ત્રણ વર્ષ સુધી ચાલશે.

વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ ઉદ્યાનની વિસ્તૃત પરિયોજના રિપોર્ટ બનાવવાનું કામ કોઇ વિશેષજ્ઞ સંસ્થાને સોંપવામાં આવશે, આ પરિયોજનામાં લખનઉના પ્રતિષ્ઠિત બીરબલ સાહની પુરાવનસ્પતિ વિજ્ઞાન સંસ્થાનની પણ મદદ લેવામાં આવશે. ચાલો તસવીરોના માધ્યમથી મેળવીએ આ ઉદ્યાન અંગેની વધુ માહિતી.

વિશેષ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે

વિશેષ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે

તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રીય ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાનમાં વિશેષ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. આ કેન્દ્રમાં દ્રશ્ય-શ્રાવ્ય કાર્યક્રમો થકી દર્શકોને ડાયનાસોરના ઇતિહાસ સાથે રૂબરૂ કરાવવામાં આવશે. આ ઉદ્યાનમાં ડાયનાસોરની વિશાળ પ્રતિકૃતિઓ પણ લગાવવામાં આવશે, વન વિભાગના આલા અધિકારીએ જણાવ્યું કે, નર્મદા ધાટીના અલગ-અલગ સ્થાનો પર વિખરાયેલા ડાયનાસોર જીવાશ્મને રાષ્ટ્રીય ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાનમાં જમા કરવામાં આવશે.

દુર્લભ જીવાશ્મોનું દસ્તાવેજીકરણ

દુર્લભ જીવાશ્મોનું દસ્તાવેજીકરણ

આ સાથે જ આ દુર્લભ જીવાશ્મોનું દસ્તાવેજીકરણ પણ કરવામાં આવશે. શૈકિયા ખોજકર્તા સંગઠન મંગલ પંચાયતન પરિષદને ધાર જિલ્લામાં વર્ષ 2007 દરમિયાન પહેલીવાર મોટી સંખ્યામાં ડાયનાસોરના ઇન્ડાના દુર્લભ જીવાશ્મ શોધી કાઢ્યા હતા, ત્યારબાદ આ સ્થાન અચાનક વિશ્વની નજરમાં આવી ગયું હતું. સંગઠનના પ્રમુખ ખોજકર્તા વિશાલ વર્માએ કહ્યું, વિતેલા સમયમાં ધાર જિલ્લામાં ડાયનાસોરના જીવાશ્મની ચોરીના સમાચારો પણ મળ્યા છે. રાષ્ટ્રીય ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનવાથી આ અનમોલ જીવાશ્મને બચાવી શકાશે. આ સાથે જ આ સ્થળોને પણ સંરક્ષિત કરવામાં આવી શકે છે. જ્યાં ડાયનાસોર ક્યારેક પોતાના વંશ વધારવા આવતા હતા.

નજીકથી જાણવાની મળશે તક

નજીકથી જાણવાની મળશે તક

તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન થકી વૈજ્ઞાનિકોની સાથોસાથ સામાન્ય દર્શકોને ડાયનાસોર્સ અને તેમના કરોડો વર્ષ જૂના પ્રાકૃતિક ઇતિહાસ અંગે નજીકથી જાણવાની તક મળશે.

English summary
national dinosaur fossil park will develop in madhya pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X