For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામનો આશ્રમ તોડી, આશ્રમના રૂપિયે જ રોપાશે 1 હજાર વૃક્ષો!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 નવેમ્બર: બળાત્કારના આરોપમાં જોધપુર જેલમાં બંધ આસારામના દિલ્હીના કરોલબાગ સ્થિત આશ્રમ સ્થિત આશ્રમ પર બુલડોજર ચાલવાનું છે. જાણકારી અનુસાર નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના સગીરાની સાથે બળાત્કારના આરોપી આસારામના દિલ્હીના કરોલબાગમાં સ્થિત આશ્રમને ગેરકાયદેસર ગણાવવામાં આવ્યા છે. ન્યાયમૂર્તિ સ્વતંત્ર કુમારે દિલ્હી સરકાર અને પોલીસે આદેશ આપ્યા છે કે આસારામના કરોલબાગ આશ્રમને તોડી પાડવામાં આવે.

asaram
નગર નિગમે પણ જારી કરી હતી નોટિસ
દિલ્હી નગર નિગમે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં કથિત ભૂમિ અતિક્રમણ માટે આશ્રમને નોટિસ ફટકારી હતી. આસારામના આ આશ્રમને લગભગ 800 એકર જમીન પર બનાવવામાં આવ્યું હતું, જ્યાં નિર્માણ કરવાની પરવાનગી નથી. વન વિભાગે ત્યાં કોઇ પણ નિર્માણ કરવા પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે.

આસારામને વૃક્ષ લગાવવાનો ખર્ચ પણ ઉઠાવવો પડશે
ન્યાયાધીશ સ્વતંત્ર કુમારે આદેશ આપ્યો છે કે કરોલબાગ આશ્રમને ધ્વંસ્ત કર્યા બાદ ત્યાં એક હજાર વૃક્ષો વાવવામાં આવશે. આસારામ માટે ચોંકાવનારી વાત તો એ છે કે આશ્રમના સ્થાને જે એક હજાર વૃક્ષો લગાવીશું. તેનો ખર્ચ પણ આસારામે જ ઉઠાવવો પડશે. એટલે કે આશ્રમ પણ ગયો અને રૂપિયા પણ.

English summary
National Green Tribunal orders to destroy Asarams ashram in Delhi Karol Bagh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X