For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લો સ્કૂલની વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર

By Super
|
Google Oneindia Gujarati News

rape
બેંગલોર 15 ઑક્ટોબરઃ દેશના હાઇટેક શહેર અને આઇટી હબના નામથી જાણીતા બેંગલોરમાં નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયાના યૂનિવર્સિટી કેમ્પસમાં 21 વર્ષીય વિદ્યાર્થિની પર આઠ લોકોએ સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. આ ઘટના બાદ વિદ્યાર્થિનીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત નાજૂક હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. આ ઘટના સબબ શહેરમાં દહેશતનો માહોલ છવાયો છે. પોલીસે ફરિયાદ દાખલ કરી આ મામલે તપાસ ચલાવી રહી છે.

મળતી માહિતી અનુસાર નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યૂનિવર્સિટીના બીજા વર્ષની વિદ્યાર્થિની પોતાના બોયફ્રેન્ડ સાથે બેંગલોર યૂનિવર્સિટીના એક સુમસાન સ્થળ પર કારમાં બેઠી હતી. છાત્રાનો બોયફ્રેન્ડ એક આઇટી કંપનીમાં કામ કરે છે. અચાનક સાતથી આઠ લોકો ત્યાં આવ્યા અને કારનો દરવાજો ખોલીને તેમને નીંચે ફેંકી દીધા. યુવકોએ પહેલા બોયફ્રેન્ડને માર માર્યો અને પછી વિદ્યાર્થિની સાથે એક પછી એક બળાત્કાર કર્યો. પોલીસના મતે જે લોકોએ બળાત્કાર કર્યો તે કન્નડ ભાષા બોલતા હતા, આ ઘટના રાત્રીના 9 વાગે થઇ હતી.

પીડિતા સાથે ઉપસ્થિત તેના મિત્રએ પોલીસને જણાવ્યું કે પહેલા તો યુવકોએ તેની પાસે મોંઘી વસ્તુંની માંગ કરી, તો વસ્તું પર્સમાં હોવાનું કહ્યું, યુવકોએ પર્સ લઇ આવવા કહ્યું, હું પર્સ લેવા ગયો તેટલીવારમાં તેઓ વિદ્યાર્થિનીને લઇને ફરાર થઇ ગયા હતા. આખી રાત હું પીડિતાને શોધતો રહ્યો, જેમાં એક પોલીસ કર્મીએ પણ મારી મદદ કરી. રાત્રે લગભગ એક વાગ્યે વિદ્યાર્થિનીનો મને ફોન આવ્યો અને કહ્યું કે તેના પર બળાત્કાર કરવામાં આવ્યો છે અને દુષ્કર્મ આચરનારા તેને હોસ્ટેલે છોડીને જતા રહ્યાં છે.

પોલીસે આપેલા નિવેદનમાં વિદ્યાર્થિનીએ કહ્યું કે, બળાત્કાર કર્યા પછી હોસ્ટેલ મુકવા આવતી વખતે છીનવેલો મોંઘો સામાન પરત કરી દીધો અને હાથમાં દશની નોટ મુકી દીધી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. દેશની પ્રતિષ્ઠિત સંસ્થામાં આ પ્રકારે બળાત્કારની ઘટના ઘટતા સન્નાટો છવાઇ ગયો છે. પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. યુનિવર્સિટી પ્રશાસન તરફથી હજુ સુધી આ ઘટના અંગે કંઇ કહેવામાં આવ્યું નથી.

English summary
student of National Law School was allegedly gang-raped inside the campus of Bangalore University.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X