For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેડીયુનું બે દિવસનું અધિવેશન આજથી શરૂ

|
Google Oneindia Gujarati News

nitish-kumar
નવી દિલ્હી, 13 એપ્રિલઃ દેશની રાજધાનીમાં આજથી જેડીયુના બે દિવસના અધિવેશનનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં ભાજપ સાથે પાર્ટીના સંબંધોની સમીક્ષા કરવામાં આવશે. ગત દિવસોમાં આયોજિત એક રેલીમાં નીતિશ કુમારના કોંગ્રેસ તરફના ઝુકાવને જોઇને ભાજપની મુશ્કેલીઓ વધી ગઇ હતી. જેડીયુ ભાજપનું એક મહત્વનું અને મોટું ઘટક છે. અતઃ ચૂંટણી પહેલાં પાર્ટી કોઇપણ પ્રકારના બિખરાવથી બચવા માંગે છે.

આ બેઠકમાં પ્રધાનમંત્રી પદને લઇને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. નોંધનીય ચે કે નીતિશે હંમેશા જ આ પદ માટે નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો છે, તો ભાજપ મોદીની વિકાસ પુરુષની છબીનો લાભ ઉઠાવવા માંગી રહ્યું છે.

તેના પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું છે કે અમે આ મુદ્દે વાતચીત કરીશું. આ અધિવેશનમાં ભાજપ અને જેડીયુના સંબંધોનું ભવિષ્ય નક્કી કરવામાં આવશે. મોદી ફેક્ટર ભાજપ માટે એકમ મોટા લાભ સમાન છે અને જેડીયુ તેની વિરોધમાં છે. જેડીયુ ઇચ્છે છે કે ભાજપ પીએમ પદ માટે પોતાનું વલણ સ્પષ્ટ કરે.

જેડીયુ, એનડીએમાં પોતાના મહત્વ અંગે માહિતગાર છે તેથી તે ભાજપ પર દબાણ વધારવાના શક્ય તેટલા પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ આ અધિવેશન પર કોંગ્રેસની નજર પણ છે, કારણ કે ભાજપથી જેડીયુ દૂર થશે તો તેનો લાભ યુપીએને મળી શકે છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X