For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સા ખાણ કૌંભાડમાં નવિન પાઠકની સંડોવણી: શ્રીકાંત જેના

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

srikant-jena
નવી દિલ્હી, 6 નવેમ્બર: ઓરિસ્સા સરકારે કહ્યું છે કે તેને કાચા લોખંડના વધુ પડતા ખનન કરવાના મુદ્દે 103 ખાણોને 76 હજાર થી 900 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો કે સરકાર કોઇ પણ રીતના ખનન ગોટાળા અંગે મનાઇ કરી છે. અને ભારતીય ખાણ બ્યૂરો પર આ અનિયમિતતાઓની તપાસ કરવામાં નિષ્ફળતા મેળવી હોવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યના સ્ટીલ અને ખાણ મંત્રી આર કે સિંહે સંવાદાતાઓને આ જાણકારી આપી હતી. તેમને કહ્યું હતું કે 61 ખાણોને પહેલાંથી 47,805 કરોડ રૂપિયાનો દંડ આપવાનું કહ્યું હતું અને બે દિવસ પહેલાં 42 ખાણો પર 20,095 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

તો બીજી તરફ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ઓરિસ્સાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રીકાંત જેનાએ ખનીજોની લૂંટમાં ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકની સીધી સંડોવણીનો આરોપ લગાવતાં તેમના રાજીનામાની માંગણી કરી છે.

તેમને કહ્યું હતું કે કંપનીઓ પર 58 હજાર કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીની ખનન કંપનીઓ સાથે મીલીભગત છે. જેનાએ જવાબ આપતાં કહ્યું હતું કે ખનન ગોટાળો મોટો છે આ ચાર લાખ કરોડ રૂપિયા સુધી પણ હોઇ શકે છે.

English summary
Iron ore worth Rs 2,50,000 crore was illegally mined in Odisha as the state government colluded with private companies, Union minister Srikant Jena said here today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X