For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 વર્ષ બાદ મીડિયા સામે આવ્યા નવજોત સિંહ સિદ્ધૂ, ખેડૂતોના મુદ્દે પોતાની જ સરકારને ઘેરી

2 વર્ષ બાદ મીડિયા સામે આવ્યા નવજોત સિંહ સિદ્ધૂ, ખેડૂતોના મુદ્દે પોતાની જ સરકારને ઘેરી

|
Google Oneindia Gujarati News

પંજાબના દમદાર નેતા નવજોત સિંહ સિદ્ધૂ આજે લાંબા સમય બાદ મીડિયા સામે આવ્યા. સિદ્ધૂએ આ દરમ્યાન કૃષિ કાયદાને લઈ મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. સાથે જ પંજાબ સરકારના મુખિયા કેપ્ટન અમરિંદર સિંહને પણ આડેહાથ લીધા. તેમણે પંજાબમાં તેલીબિયાં અને કઠોળની ખરીદી માટે કેપ્ટન સરકાર પર નિશાન સાધ્યું. ચંદીગઢના પંજાબ ભવનમાં મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે આખરે પંજાબ સરકાર દાળ અને તેલીબિયાં પર ખેડૂતોને એમએસપી કેમ નથી આપી રહી.

navjotsingh siddhu

પોતાની સરકાર વિરુદ્ધ બોલતાં સિદ્ધૂએ મંત્રિમંડળથી રાજીનામું આપ્યાના લગભગ બે વર્ષ બાદ મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે તેઓ માત્ર કેન્દ્રીય કૃષિ કાયદા અને ખેતી કરતા ખેડૂતોની વાત કરવા આવ્યા છે. આ દરમ્યાન તેમણે હરિયાણાનો નમૂનો રજૂ કરતા કહ્યું કે સરકાર અનાજની ખરીદી પર મોટી રકમ ખર્ચ કરી રહી છે. હરિયાણા સરકાર તેલીબિયાં ખરીદી રહી છે અને તેમાંથી તેલ વેચી રહી છે. આના પર એમએસપી કેમ ના આપી શકે. તેમણે કહ્યું કે ખેડૂતો જૈવિક ખેતી માટે તૈયાર છે, પરંતુ ઓછામાઓછું કોઈને સમર્થન કરવા માટે આગળ આવવું જોઈએ. સિદ્ધૂએ કહ્યું કે ખેડૂતોને મનરેગાની જેમ ન્યૂનતમ સમર્થન આવકની પણ જરૂરત છે.

જ્યારે પંજાબ સહિત દેશભરમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનનું સમર્થન કરતાં સિદ્ધૂએ કહ્યું કે ત્રણેય કૃષિ કાયદાને ખેડૂતોના હિતમાં રાખી કેન્દ્ર સરકારે પરત લેવું જોઈએ. તેમણે કહ્યું કે લોકોએ કેન્દ્ર સરકારના કાયદાને નકારી દીધા છે. જણાવી દઈએ કે કેપ્ટન સરકારથી રાજીનામું આપ્યા બાદ નવજોત સિંહ સિદ્ધૂએ મીડિયાથી દૂરી બનાવી લીધી હતી, આજે 2 વર્ષ બાદ તેઓ પહેલીવાર મીડિયા સમક્ષ આવ્યા છે.

English summary
Navjot singh siddhu questioned punjab sarkar, why not giving MSP?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X