અમૃતસરમાં સિદ્ધૂની ગર્જના: કહ્યું 'હાથી ચાલે છે ત્યારે કૂતરાઓ ભસે છે!'
અમૃતસર, 4 સપ્ટેમ્બર : ભાજપના રંગીલા અંદાજના નેતા અને પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધૂ લાંબા સમયના અંતરાલ બાદ ફરી રાજનીતિના મેદાનમાં સક્રિય થયા છે અને વિરોધી પાર્ટી સામે ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરવા લાગ્યા.
પોતાના લોકસભા વિસ્તાર અમૃતસરથી છેલ્લા લાંબા સમયથી અદ્રશ્ય રહેલા નવજોત સિંહ સિદ્ધૂ બુધવારે અમૃતસર પહોંચ્યા અને વિરોધી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા. નવજોત સિંહ સિંદ્ધૂએ કોંગ્રેસ પર હુમલો કરતા જણાવ્યું કે જે લોકો છેલ્લા ચાર વખથી ચૂંટણી હારી જતા હોય તેમને જવાબ શા માટે આપવો જોઇએ?

નોંધનીય છે કે નવજોત સિંહ સિદ્દૂ છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ અને મનોરંજનની દુનિયામાં વ્યસ્ત દેખાઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ પોતાના લોકસભા વિસ્તાર અમૃતસરમાં દેખાયા ન્હોતા, જેના કારણે અમૃતસરમાં તેમના ગૂમ થવા અંગેના પોસ્ટર લગાવી દેવામાં આવ્યા હતા. સિદ્ધૂએ સ્પષ્ટતા કરી કે તેઓ ગુરુવારે એક પત્રકાર પરિષદ કરીને દરેક પ્રશ્નોનો જવાબ આપશે.
-
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?





Click it and Unblock the Notifications
