'કોંગ્રેસ ખતમ થવાના આરે, જો મને નેતૃત્વ...', નવજોત સિંહ સિદ્ધુની 'ગુગલી'થી ચડ્યો રાજકીય પારો

નવજોત સિંહ સિદ્ધુએ હાલમાં જ પંજાબ એકમના પ્રમુખ તરીકે પોતાનુ રાજીનામુ આપ્યુ ત્યારબાદ પણ નવજોત સિંહ સિદ્ધુના નખરા કોંગ્રેસને શરમમાં મૂકી રહ્યા છે.

નવી દિલ્લીઃ નવજોત સિંહ સિદ્ધુએ હાલમાં જ પંજાબ એકમના પ્રમુખ તરીકે પોતાનુ રાજીનામુ આપ્યુ ત્યારબાદ પણ નવજોત સિંહ સિદ્ધુના નખરા કોંગ્રેસને શરમમાં મૂકી રહ્યા છે, તે પણ એવા સમયે જ્યારે પાર્ટી હાઈ કમાન્ડ 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સ્થિરતા લાવવાની કોશિશમાં છે. નવજોત સિંહ સિદ્ધુએ ગુરુવાર(7 ઓક્ટોબર)ના રોજ લખીમપુર ખીરીમાં ખેડૂતોના મોત મામલે મોહાલીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓના પ્રદર્શનની આગેવાની કરી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સિદ્ધુ પરેશાન પણ દેખાયા પરંતુ તેમણે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના આવવાની રાહ જોવી પડી. આની સાથે જોડાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સિદ્ધુ કહે છે, 'કોંગ્રેસ ખતમ થવાના આરે છે.'

Navjot singh Sidhu

'જો મને નેતૃત્વની મંજૂરી મળી તો...'

એનડીટીવીમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ કેબિનેટ મંત્રી પરગટ સિંહ વીડિયોમાં નારાજ નવજોત સિંહ સિદ્ધુને શાંત કરવાની કોશિશ કરતા દેખાય છે. પરગટ સિંહ કહે છે કે સીએમ ચરણજીત સિંહ ચન્ની જલ્દી વિરોધ પ્રદર્શનમાં શામેલ થશે. આ દરમિયાન પંજાબના કાર્યકારી અધ્યક્ષોમાંથી એક સુખવિંદર સિંહ ડેની નવજોત સિંહ સિદ્ધુને કહે છે તમે ચિંતા ના કરો, વિરોધ માર્ચ સફળ થશે. આના પર જવાબ આપીને નવજોત સિંહ સિદ્ધુ બોલ્યા, 'સફળતા ક્યાં છે, જો ભગવંત સિદ્ધુ(નવજોત સિંહ સિદ્ધુના પિતાનુ નામ) ના દીકરીને નેતૃત્વની મંજૂરી મળી તો તમને જોવા મળશે. કોંગ્રેસ તો ખતમ થવાના આરે છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X