નવજોત સિંહ સિદ્ધુએ શરુ કરી પોતાની યુટ્યુબ ચેનલ, અલગ અંદાજમાં દેખાયા

જાણીતા ક્રિકેટર, કૉમેડિયન અને નેતા નવજોત સિદ્ધુ હવે એક યુટ્યુબર પણ બની ગયા છે.

જાણીતા ક્રિકેટર, કૉમેડિયન અને નેતા નવજોત સિદ્ધુ હવે એક યુટ્યુબર પણ બની ગયા છે. તેમણે પોતાની એક નવી યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. આ ચેનલનુ નામ છે 'જિતેગા પંજાબ'. ચેનલ શરૂ કરવા પાછળ સિદ્ધુનો હેતુ છે. લોકો સુધી પોતાના વિચારોને પહોંચાડવા. ચેનલ પર અત્યારે તેમણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે.

navjot singh sidhu

વાસ્તવમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે થઈ રહેલા રાજકીય વિવાદ બાદ સિદ્ધુ હાલમાં રાજ્ય રાજકારણમાં અલગ પડી ગયા છે. એવામાં આ ચેનલ દ્વારા તે લોકો સુધી પોતાના વિચારોને પહોંચાડશે. સાથે તે ઈન્ટરવ્યુ તેમજ સંવાદ કરવાનુ આમંત્રણ આપશે,જે પંજાબના વિકાસ પ્રત્યે નવા વિચારો ધરાવતા હોય. સિદ્ધુએ એ દાવો પણ કર્યો છે કે નવ મહિનાના આત્મમંથન બાદ પંજાબના મુખ્ય મુદ્દાઓ પર તે પોતાનો અવાજ બુલંદ કરશે.

સિદ્ધુએ કહ્યુ, જિતેગા પંજાબ ચેનલની પંચલાઈ, વેબ દી રાહ, સાડી રાહ હોગી. ચેનલ નાનનક નામ ચઢદી કલા, તેરે ભને સરબત કા ભલાના આધારે જ કાર્ય કરશે. નવજોત સિંહ સિદ્ધુએ પોતાના અંદાજમાં આ ચેનલને શરૂ કરતી વખતે વસુધૈવ કુટુંમ્બકમનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેમણે શ્રી ગુરુગ્રંથ સાહિબમાં રહેલી ગુરુબાણીની એક પંક્તિનો ઉલ્લેખ કર્યો. સિદ્ધુએ ન તારુ ન મારુ સિરજિએ આપણુ પંજાબ, પંજાબના ભલામાં સૌનુ ભલુ, પંજાબના કલ્યાણમાં સૌનુ કલ્યાણ, હિસ્સેદાર બનો, ભાગીદાર બનોનો નારો પણ આપ્યો.

પોતાના આ વીડિયોમાં સિદ્ધુએ સિદ્ધુબાનીમાં કહ્યુ કે આખુ વિશ્વ મારો દેશ છે, બધા લોકો મારા ભાઈ છે. સિદ્ધુએ મહારાજા રણજીત સિંહ અને શહીદ-એ-આઝમ ભગતસિંહનો ઉલ્લેખ કરે કહ્યુ કે એ તેમના આઈકન છે. આ ચેનલ આપણા ગૌરવશાળી ભૂતકાળ, સુશાસન, સાહસ, બલિદાન અને આપણી ભાવિ પેઢીઓ માટે આદર્શનુ પ્રતીક બનીને ઉભરશે. સિદ્ધુના પહેલા વીડિયોને અત્યાર સુધી 6 હજારથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે. તેમના પહેલા વીડિયો પર લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. નવી ચેનલ શરૂ કરવા પર સિદ્ધુને ઘણા બધા લોકોએ શુભકામનાઓ પાઠવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X