છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલો, એક જવાન શહીદ!
છત્તીસગઢના બીજાપુરમાં IED બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ છે, જેમાં CRPFનો એક જવાન શહીદ થયો છે. આ IED બ્લાસ્ટ પાલમેડ વિસ્તારના ધર્મરામમાં ચિંતાવાગુ નદી પાસે થયો હતો.
છત્તીસગઢ : છત્તીસગઢના બીજાપુરમાં IED બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ છે, જેમાં CRPFનો એક જવાન શહીદ થયો છે. આ IED બ્લાસ્ટ પાલમેડ વિસ્તારના ધર્મરામમાં ચિંતાવાગુ નદી પાસે થયો હતો. આ ઘટના બુધવારે સાંજે 6:20 વાગ્યે બની હતી. તે સમયે જવાનો વિસ્તારમાં હતા. બસ્તરના આઈજી પી સુંદરરાજે કહ્યું કે પાલમેડ પોલીસ સ્ટેશનની હદમાં ધર્માવરમ કેમ્પ પાસે નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા પ્રેશર આઈઈડી બ્લાસ્ટમાં સીઆરપીએફનો 196 બીએનનો જવાન શહીદ થયો છે.

શહીદ જવાનનું નામ સતપાલ સિંહ છે, જે હરિયાણાનો રહેવાસી હતો. છત્તીસગઢમાં એક સપ્તાહ પહેલા નક્સલવાદીઓના હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો જવાન શહીદ થયો હતો. શહીદ જવાનનું નામ નૂર હુસૈન હતું અને તે હરિયાણાના યમુનાનગર જિલ્લાનો રહેવાસી હતો.
નૂર હુસૈન છત્તીસગઢના બીજાપુરમાં તૈનાત હતા. ફરજ પર હતા ત્યારે તેમની ટુકડી પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં નૂર હુસૈન શહીદ થયા હતા. આ વર્ષે જૂન મહિનામાં પણ નક્સલવાદીઓએ છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર હુમલો કર્યો હતો. જેમાં CRPFના ત્રણ જવાન શહીદ થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલો નુઆપાડામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની રોડ ઓપનિંગ પાર્ટી પર કરવામાં આવ્યો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
