ચૂંટણી પહેલા છત્તીસગઢમાં વધુ એક નક્સલી હુમલો, બીજેપી નેતા રતન દુબેની હત્યા કરી
છત્તીસગઢની ચૂંટણી પહેલા ફરીથી એક વખત નક્સલીઓ માથુ ઉચક્યુ છે. રાજ્યમાં તમામ પ્રતિબંધો છતાં સુરક્ષાનો ભંગ કરવામાં સફળ રહેલા નક્સલવાદીઓએ ભાજપના નેતા રતન દુબેની હત્યા કરી છે.
બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પીએ હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ હુમલો છત્તીસગઢના વિદ્રોહ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં બીજેપી નેતા રતન દુબે પર થયો અને ગંભીર ઈજાઓને કારણે તેમનું મૃત્યુ થયું છે.

અહેવાલો અનુસાર, કોસલનારમાં બીજેપી નેતા અને જિલ્લા પંચાયત સભ્ય રતન દુબેની હત્યા કરવામાં આવી છે. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ કૌશલનાર ગામમાં બીજેપી ઉમેદવાર માટે મત માંગવા પહોંચ્યા હતા.
જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચાર વચ્ચે નક્સલવાદીઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન બીજેપી નેતા રતન દુબેની હત્યાએ ફરી એકવાર નક્સલવાદીઓને અંકુશમાં લેવાના પ્રયાસોને બગાડ્યા છે.
આ પહેલીવાર નથી કે જ્યારે ચૂંટણી પ્રચારમાં નીકળેલા રાજકીય પક્ષના નેતાની હત્યા કરવામાં આવી હોય. આ પહેલા મોહલા-માનપુર-અંબાગઢ ચોકી જિલ્લાના ઓંઢી વિસ્તારના નક્સલ પ્રભાવિત ગામ સરખેડામાં બીજેપી નેતા બિરજુરામ તારામની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
દુર્ગા પૂજા કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા અંગે કહેવામાં આવ્યું હતું કે, નક્સલવાદીઓએ આ વિસ્તારમાં દુર્ગાની મૂર્તિની સ્થાપનાનો વિરોધ કર્યો પરંતુ બિરજુરામ રાજી ન થયા, અને દુર્ગા પૂજા શરૂ કરી. ત્યારબાદ તે નક્સલવાદીઓના નિશાના પર આવ્યા હતા.












Click it and Unblock the Notifications
