મહારાષ્ટ્ર: બાળકોને 'ચાચા ચૌધરી અને મોદી' ની ચોપડીઓ વહેંચવામાં આવી
બાળકોને વહેંચવામાં આવતી ચોપડીઓમાં ચાચા ચૌધરી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફોટો પર એનસીપી સાંસદ સુપ્રિયા સુલે ઘ્વારા કેન્દ્ર સરકાર પર હુમલો કરવામાં આવ્યો છે.
બાળકોને વહેંચવામાં આવતી ચોપડીઓમાં ચાચા ચૌધરી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફોટો પર એનસીપી સાંસદ સુપ્રિયા સુલે ઘ્વારા કેન્દ્ર સરકાર પર હુમલો કરવામાં આવ્યો છે. સુપ્રિયા સુલે ઘ્વારા મહારાષ્ટ્રની ભાજપા સરકાર પર નિશાનો સાધતાં જણાવ્યું કે તેઓ પોતાની વિચારધારા પુસ્તકો ઘ્વારા પ્રોમોટ કરી રહી છે. આપણે જણાવી દઈએ કે હાલમાં મહારાષ્ટ્રમાં બાળકોને પુસ્તકો વાંચવા માટે આપવામાં આવ્યા જેમાં ચાચા ચૌધરી અને મોદી નામથી પણ એક પુસ્તક છે જેના પર વિપક્ષ ઘ્વારા હંગામો કરવામાં આવ્યો હતો.

એક પ્રેસ કોન્ફ્રન્સમાં એનસીપી સાંસદ સુપ્રિયા સુલે ઘ્વારા મહારાષ્ટ્રની ભાજપા સરકાર પર નિશાનો સાધતાં જણાવ્યું કે "હું ખુશ છું કે પુસ્તકોના માધ્યમ થી સફાઈનો સંદેશ વિધાર્થીઓને આપવામાં આવે છે, પરંતુ આ પુસ્તકમાં પ્રધાનમંત્રી મોદીની શુ જરૂર હતી?" તેમને આગળ જણાવ્યું કે મોદીની ફોટોને બદલે તેઓ 19મી સદીના મહારાષ્ટ્રના સુધારક સંત ગઢેબાપા અથવા મહાત્મા ગાંધીની ફોટો લગાવી શકતા હતા. બાળકોને વેહેચવામાં આવેલી પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી મોદી ખુબ જ મહેનતી છે અને તેઓ દિવસમાં 20 કલાક કામ કરે છે.
એનસીપી સાંસદ સુપ્રિયા સુલે ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સરકાર શિક્ષાનો ઉપયોગ પોતાને પ્રોમોટ કરવા માટે કરી રહી છે. તેમને રાજનૈતિક લાભ માટે શિક્ષાનો ઉપયોગ નહીં કરવો જોઈએ. પરંતુ સરકાર હવે શિક્ષામાં માર્કેટિંગ લઇ આવી છે. ભૂતકાળમાં કોઈ પણ રાજનૈતિક દળ ઘ્વારા શિક્ષાનો ઉપયોગ પોતાને પ્રોમોટ કરવા માટે નથી કરવામાં આવ્યો. પરંતુ આ સરકાર આવું કરી રહી છે.
મહારાષ્ટ્ર સરકારે સર્વ શિક્ષા અભિયાન હેઠળ 59.42 લાખ રૂપિયાના પુસ્તકો ખરીદવાનો નિર્ણય કર્યો છે. જેમાં ચાચા ચૌધરી અને મોદી સિરીઝ પણ શામિલ છે. આ પુસ્તકો વિધાર્થીઓને સહાયક સામગ્રી તરીકે આપવામાં આવશે જેથી બાળકો પોતાના ખાલી સમયમાં તેને વાંચી શકે.












Click it and Unblock the Notifications
