For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉલટફેર બાદ NCP ધારાસભ્ય દળના નેતા પદેથી અજીત પવારને હટાવાયા

ભાજપ સાથે મળીને સરકાર બનાવનાર એનસીપીના બાગી નેતા અજીત પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય દળના નેતાના પદેથી હટાવી દેવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભાજપ સાથે મળીને સરકાર બનાવનાર એનસીપીના બાગી નેતા અજીત પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય દળના નેતાના પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ જયંત પાટિલને નિયુક્ત કરવામાં આવ્યા છે. કાર્યવાહી બાદ તરત જ એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ હતુ અજીત પવારનો વ્યક્તિગત નિર્ણય છે, એનસીપી તેમનુ સમર્થન નથી કરતી. અજીત પવારે કથિત રીતે શપથ લેતા પહેલા એનસીપીના બધા 54 ધારાસભ્યોનુ સમર્થનપત્ર રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને સોંપી દીધુ હતુ.

અજીત પવારને ધારાસભ્ય દળના નેતાના પદેથી હટાવી દીધા

અજીત પવારને ધારાસભ્ય દળના નેતાના પદેથી હટાવી દીધા

એનસીપીએ અજીત પવારને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવી દીધા છે. આ સાથે મીડિયામાં એવા સમાચાર પણ આવી રહ્યા છે કે સાથે જ એનસીપીએ અજીત પવારનુ સમર્થન કરનાર બધા ધારાસભ્યોને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે સાંજ સુધી અજીત પવાર શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન બનાવવાના પ્રયાસનો હિસ્સો હતા અને છેલ્લા કેટલાક દિવસોમાં પોતાના કાકા સાથે મોટાભાગની બેઠકોમાં ભાગ લીધો હતો. આ તરફ વાયબી ચવ્હાણ સેન્ટરમાં એનસીપીના ધારાસભ્યોની બેઠકો ચાલી રહી છે. જ્યાં નવા નેતા પર પણ નિર્ણય થઈ શકે છે.

એનસીપી ચીફ શરદ પવાર સાથે મુલાકાત કરવા ધનંજય મુડે પહોંચ્યા

આ દરમિયાન એનસીપી ચીફ શરદ પવાર સાથે મુલાકાત કરવા ધનંજય મુંડે પહોંચી ચૂક્યા છે. ધનંજય મુંડે સવારે અજીત પવાર સાથે હતા. આ તરફ પહેલા રાકાંપા સાંસદ સુનીલ તટકરે અને બે અન્ય ધારાસભ્ય ઉપમુખ્યમંત્રી અજીત પવારને મનાવવા માટે પહોંચ્યા પરંતુ તેમને ખાલી હાથે પાછા જવુ પડ્યુ. અજીત પોતાના ભાઈ શ્રીનિવાસના ઘરે હતા. અહીં સુરક્ષા વ્યવસ્થા કડક છે. તમને જણાવી દઈએ કે અજીત પવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે શનિવારે સવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

આ પણ વાંચોઃ શિવસેના સાથે પ્રેસ કૉન્ફરન્સમાં શરદ પવાર, 'આ સરકાર પડશે, અમે આવીશુ સત્તામાં'આ પણ વાંચોઃ શિવસેના સાથે પ્રેસ કૉન્ફરન્સમાં શરદ પવાર, 'આ સરકાર પડશે, અમે આવીશુ સત્તામાં'

સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 145નો છે

સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 145નો છે

મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સીટો છે. સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 145નો છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અન કોંગ્રેસને 44સીટો મળી છે. ભાજપ અને શિવસેના ચૂંટણીથી પહેલા સાથે હતી અને માટે બંને પાસે બહુમતનો આંકડો હતો. જો કે ગઠબંધન તૂટી ગયુ અને ભાજપને સરકાર બનાવવા માટે 40 સીટોની જરૂર પડી ગઈ.

English summary
NCP Rebel leader Ajit Pawar Removed As NCP Legislative Party Leader
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X