બજેટ પર મનીષ સિસોદિયાનો કટાક્ષ, શાકવાળાને રાહત કેમ?
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરી આ બજેટ અંગે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે.
નાણા મંત્રી અરુણ જેટલી એ બુધવારે જનરલ બજેટ રજૂ કર્યું છે. સામાન્ય નાગરિકો અને નાના ઉદ્યોગપતિઓને બજેટ પાસેથી મોટી આશાઓ હતી, જેને પૂરી કરવા માટે બજેટમાં અનેક ઘોષણાઓ કરવામાં આવી છે. એવામાં, દિલ્હી ના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા એ ટ્વીટ કરી આ બજેટ અંગે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે રાજકારણીય પક્ષોને રૂ.2000 સુધીનો ફંડ આપવાની ઘોષણા અંગે કટાક્ષ કર્યો છે.

તેમણે બેજટ અંગે પોતાનો પહેલો અભિપ્રાય આપતાં કહ્યું કે, મારો પ્રારંભિક પ્રતિભાવ એ છે કે આ વર્ષના બજેટમાં પણ કેન્દ્રિય ભાગમાંથી દિલ્હીને વંચિત રાખવામાં આવ્યું છે.
My initial response is Delhi has been deprived of its due from central share in this year's budget too.
— Manish Sisodia (@msisodia) February 1, 2017
તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું છે, રાજકીય પક્ષોને રૂ. 2000 સુધીની રોકડ લેવાની છૂટ શા માટે આપી? 20 રૂપિયા માટે શાકભાજીવાળો પણ કેશલેસ થઇ જાય અને પાર્ટીઓને રૂ. 2000 સુધી રોકડ ફંડ લેવાની છૂટ! કેમ?
पार्टियों को 2000/- तक कैश लेने की छूट क्यों? सब्जीवाला 20/- के लिए कैशलैस हो जाए और पार्टियों को 2000/- कैश लेने की छूट! क्यों?
— Manish Sisodia (@msisodia) February 1, 2017
ઉલ્લેખનીય છે કે, જનરલ બજેટમાં નાણા મંત્રી અરુણ જેટલીએ ઘોષણા કરી છે કે, રાજકીય પક્ષો કોઇ એક વ્યક્તિ પાસેથી માત્ર રૂ.2000 સુધીનું જ ફંડ લઇ શકે. આનાથી મોટી રકમનો ફંડ ચેક કે ડિજિટલ પેમેન્ટ દ્વારા લેવાની રહેશે. આમ પક્ષોએ રૂ. 2000 થી વધુની રકમના ફંડનો હિસાબ બતાવવાનો રહેશે.












Click it and Unblock the Notifications
