For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સંબંધ બગડ્યા બાદ અન્ય સાથી પક્ષોએ પણ ભાજપ સામે આ માંગણી રાખી

મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સંબંધ બગડ્યા બાદ અન્ય સાથી પક્ષોએ પણ ભાજપ સામે આ માંગણી રાખી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં જેવી રીતે ત્રણ દશકા જૂની ભાજપ-શિવસેનાની દોસ્તી ટૂટી ગઈ છે તે બાદ એનડીએના અન્ય સહયોગી દળોએ પણ અંદરથી બગાવતના સૂર ઉઠાવ્યા છે. એનડીએના અન્ય સહયોગી દળોએ સન્માન અને યોગ્ય સમન્વયની માંગ કરી છે. બિહારમાં એનડીએના સહયોગી દળ જેડીયૂ અને પંજાબમાં એનડીએના સહયોગી દળ શિરોમણિ અકાલી દે એનડીએ સામે નવી માંગ રાખી છે. શિરોમણી અકાી દળના નેતા અને રાજ્યસભા સાંસદ નરેશ ગુજરાલે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે કોઈપણ ભાજપ સાથે ગઠબંધનમાં નહોતું અને તે સમયે પણ શિવસેના અને શિરોમણી અકાલી દળ ભાજપ સાથે હતાં. પરંતુ તેનો એ મતલબ નહિ કે જ્યારે તમે પૂર્ણ બહુમત હાંસલ કરી લો ત્યારે તમે તમારા સહયોગી દળોને ઓછું મહત્વ આપો. સૌકોઈનું આત્મસન્માન હોય છે અને આ નેતા પોતાના હિસાબે સાચા છે. ગઠબંધનના દરેક સહયોગીને ઉમ્મીદ છે કે તેમની સાથે સમાનતાનો વ્યવહાર કરવામાં આવે અને તેમને સન્માન આપવામાં આવે. ગુજરાલે કહ્યું કે વાજપેયીજી અને અડવાણીજીની આ તાકાત હતી.

જેડીયૂએ પણ માંગ રાખી

જેડીયૂએ પણ માંગ રાખી

જેડીયૂના જનરલ સેક્રેટરી કેસી ત્યાગીએ કહ્યું કે સારું થાત જો ભાજપ, જેડીયૂ, એલજેપીએ એક સાથે મળી ઝારખંડમાં ચૂંટણી લડી હોત. એવું લાગે છે કે ગઠબંધનમાં સામંજસ્ય નથી. ત્યાગીએ ફરિયાદ કરી કે એવું લાગે છે કે આ એનડીએ નથી, બલકે અલગ અલગ પાર્ટીઓ સાથે ભાજપનું અલગ અલગ ગઠબંધન છે. ત્યાગીએ કહ્યું કે અમને ખબર નથી કે ભાજપ અને શિવસેના અથવા ભાજપ અને ઑલ ઝારખંડ સ્ટૂડેન્ટ્સ યૂનિયન વચ્ચે શું થયું છે. અમે ઘણા સમયથી કોઓર્ડિનેશન કમિટીના ગઠનની માંગ કરતા આવી રહ્યા છીએ. પરંતુ આવા પ્રકારનું મંચ જરૂર હોવું જોઈએ જ્યાં અમે લોકો અમારા રાજનૈતિક અને વૈચારિક વિચારોને શેર કરી શકીએ.

ઝારખંડમાં એનડીએથી અલગ થઈ એલજેપી

ઝારખંડમાં એનડીએથી અલગ થઈ એલજેપી

જણાવી દઈએ કે ઝારખંડમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં એલજેપીને એનડીએએ 6 સીટ આપી છે જેનાથી નારાજ એલજેપીએ એનડીએથી અલગ ચૂંટણી લડવાનો ફેસલો કર્યો છે. એલજેપી અહીં અલગ ચૂંટણી લડશે અને 50 ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. દેવઘર પહોંચે એલજેપી નેતા ચિરાગ પાસવાને કહ્યું કે અમે એનડીએ સાથે જ ચૂંટણી લડવા માંગતા હતા, અમે જરમુંડી, નાલા, હુસૈનાબાદ, બડકાગાંવમાં છ સીટની માંગણી કરી હતી. પરંતુ અમારી માંગણી સ્વીકારવામાં નહોતી આવી, જે બાદ અમે ફેસલો લીધો કે અમે એનડીએથી અલગ ઝારખંડમાં ચૂંટણી લડીશું, પરંતુ કેન્દ્રમાં અમે એનડીએનો ભાગ બન્યા રહીશું.

મહારાષ્ટ્રમાં સાથ ટૂટ્યો

મહારાષ્ટ્રમાં સાથ ટૂટ્યો

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાએ એક સાથે મળી ચૂંટણી લડી હતી, પરંતુ ચૂંટણી પરિણામ ઘોષિત થયા બાદ સિવસેના પ્રદેશમાં મુખ્યમંત્રી પદની માંગણી કરવા લાગી. જે બાદ શિવસેનાએ એનડીએથી પોતાનું ગઠબંધન ખતમ કરી નાખ્યું અને પ્રદેશમાં એનસીપી અને કોંગ્રેસ સાથે મળી સરકાર બનાવવાની કોશિશ કરી, પરંતુ તેમને સફળતા ન મળી અને પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું.

શું CJI આવશે RTIની સીમા હેઠળ? શું થશે કર્ણાટકના 17 અયોગ્ય ધારાસભ્યોનું, SCનો આજે ચુકાદોશું CJI આવશે RTIની સીમા હેઠળ? શું થશે કર્ણાટકના 17 અયોગ્ય ધારાસભ્યોનું, SCનો આજે ચુકાદો

English summary
nda allies started demanding better conditions with bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X