ઇજાઓના કારણે કોન્સ્ટેબલનું થયું મોત: પોસ્ટમોર્ટમ રિપોર્ટ

પોસ્ટમોર્ટમ રિપોર્ટનો હવાલો આપતા દિલ્હી પોલીસે એડિશનલ કમિશ્નર કે. સી. દ્વિવેદીએ જણાવ્યું કે ઇજાને કારણે સુભાષ તોમરને હૃદયનો હુમલો થયો અને તેમનુ સારવાર દરમિયાન મોત થયું હતું.
દિલ્હી પોલીસે જણાવ્યું કે મૃત્યુ પામેલા કોન્સ્ટેબલની છાતીમાં, ગળાના ભાગમાં, અને પગમાં પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે સુભાષ તોમરની મૃત્યુ પળ પળ નવું રૂપ ધારણ કરી રહી છે.
આ પહેલા રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડો. ટી.એસ. સિદ્ધૂએ જણાવ્યું હતું કે કોન્સ્ટેબલના શરીર પર કોઇપણ પ્રકારની ઇજા પહોંચી ન્હોતી. આરએમએલ ડોક્ટર સિદ્ધૂનું કહેવું છે કે સુભાષ તોમરને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારે તેમના શરીર પર બાહ્ય અને આંતરિક ઇજાઓના નિશાન ન્હોતા. ઘટનાસ્થળે હાજર અને તોમરને હોસ્પિટલ લઇ આવનાર એક યુવકે પણ દાવો કર્યો હતો કે તેમને કોઇ ઇજા પહોંચી ન્હોતી તેઓ દોડતા દોડતા પડી ગયા હતા.
આજે મૃત સુભાષ ચંદ તોમરની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ કોન્સ્ટેબલની અંતિમયાત્રામાં દિલ્હી પોલીસ કમિશ્નર નીરજ કુમારે પણ હાજરી આપી હતી.












Click it and Unblock the Notifications
