NEET Paper Leak: નીટ પેપર લીક કેસમાં સીબીઆઈએ ફરિયાદ દાખલ કરી

NEET Paper Leak : નીટ પેપર લીક કેસમાં આખરે ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં સીબીઆઈએ પહેલી ફરિયાદ દાખલ કરી છે.

CBI એ NEET-UG પેપર લીક કેસમાં પ્રથમ FIR નોંધી છે. સીબીઆઈએ આ FIR શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પર નોંધી છે. સૂત્રો અનુસાર, સીબીઆઈએ NEET-UG પરીક્ષાના સંચાલનમાં કથિત ગેરરીતિઓની તપાસ કરવા માટે કેસ નોંધ્યો છે.

NEET Paper Leak

સીબીઆઈ આ મામલામાં રાજ્યોમાં નોંધાયેલી એફઆઈઆર ઓવર ટેક કરશે. રાજ્યો દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓને પણ સીબીઆઈ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવશે. શિક્ષણ મંત્રાલયે પરીક્ષામાં પારદર્શિતા માટે સમીક્ષા હાથ ધરી છે. જે બાદ આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, અંડરગ્રેજ્યુએટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં ગેરરીતિઓ પાછળના ષડયંત્રને શોધવા માટે CBI આજે 23 જૂને બિહાર અને ગુજરાતમાં એક ટીમ મોકલવા જઈ રહી છે.

સૂત્રોના અનુસાર, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે પણ સ્વીકાર્યું છે કે 5 મેની પરીક્ષામાં ગેરરીતિઓ, છેતરપિંડી અને અન્ય ધોરણો સાથે ચેડા કરવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે, NEET-UG સહિતની રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ટીકા થઈ રહી છે. પરીક્ષાના પ્રારંભિક પરિણામો દર્શાવે છે કે છ વિદ્યાર્થીઓએ 720 ગુણ મેળવ્યા છે જ્યારે અન્ય 61 વિદ્યાર્થીઓએ સમાન ગુણ મેળવ્યા છે. જેના કારણે માર્કસ વધવાના આક્ષેપો થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X