કંગના રનૌતના બકવાસ નિવેદન પર નેતાજીના પરિવારે ફટકાર લગાવી, જાણો શું કહ્યું?
વિવાદીત અને પાયાવિહોણા નિવેદનો માટે કુખ્યાત કંગના રનૌતને બીજેપીએ લોકસભા ચૂંટણી માટે ટિકીટ આપી છે. હવે કંગનાને નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારે ખરીખોટી સંભળાવી દીધી છે.
લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે હિમાચલની મંડી સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતને નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પરિવારે ખખડાવી છે.

હાલમાં જ કંગના રનૌતે જવાહરલાલ નેહરુની જગ્યાએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને ભારતના પ્રથમ વડાપ્રધાન ગણાવ્યા હતા. જેના કારણે કંગના સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી.
જો કે, કંગનાએ ભુલ સ્વીકારવાની જગ્યાએ ટ્રોલ કરનારાઓને ઈતિહાસ ફરીથી વાંચવાની સલાહ આપી હતી. હવે નેતાજીના પૌત્રએ કંગનાને ફટકાર લગાવી છે.
X પર એક પોસ્ટમાં સુભાષ ચંદ્ર બોઝના પૌત્ર ચંદ્ર કુમાર બોઝે કહ્યું કે, કોઈએ તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ માટે ઇતિહાસને વિકૃત ન કરવો જોઈએ. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ એક રાજકીય વિચારક, સૈનિક, રાજનેતા, સ્વપ્નદ્રષ્ટા અને અવિભાજિત ભારતના પ્રથમ વડાપ્રધાન હતા.
તેમણે આગળ લખ્યુ કે, એકમાત્ર એવા નેતા જે ભારતની આઝાદી માટે લડવા માટે તમામ સમુદાયોને ભારતીય તરીકે એક કરી શક્યા. નેતાજી પ્રત્યેનો ખરો આદર તેમની વિચારધારાને અનુસરવામાં છે.
જણાવી દઈએ કે, ચંદ્ર કુમાર બોઝે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એવુ કહીને ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું કે તેમના સિદ્ધાંતો પાર્ટી સાથે મેળ ખાતા નથી. ભારત વિરુદ્ધ ઈન્ડિયા વિવાદ વચ્ચે તેમનું રાજીનામું આવ્યું હતું.












Click it and Unblock the Notifications
