ભડક્યા 'ભારત રત્ન' પ્રો. રાવ, નેતાઓને ગણાવ્યા 'મૂર્ખ'
નવી દિલ્હી, 18 નવેમ્બર: ભારત રત્નથી સન્માનવામાં આવનાર જાણીતા વૈજ્ઞાનિક પ્રો. રાવે નેતાઓ પર ટિપ્પણી કરીને વિવાદ ઊભો કરી દીધો છે. સીએનઆર રાવે વૈજ્ઞાનિક કાર્યો માટે ઓછું ફંડ આપવા માટે નેતાઓ પર તીખી ટિપ્પણી કરી છે. એક પ્રેસ કોન્ફ્રેન્સમાં પ્રો. રાવે નેતાઓને મૂર્ખ ગણાવ્યા છે.
ભારત રત્નથી સન્માનીત કરવા માટે જાહેરાત થયા બાદ રવિવારે પ્રેસ કોંફ્રેન્સમાં વડાપ્રધાનના સાયન્ટિફિક એડવાઇઝરી કાઉન્સિલના પ્રમુખ પ્રો. રાવે આ વાત પર પ્રકાશ પાડ્યો. રાવે જણાવ્યું કે રિસર્ચ માટે હજી વધારે ધનરાશિ ફાળવવી જોઇએ. રાવે જણાવ્યું કે રિસર્ચ સેક્ટર માટે સરકારે જે ફંડ આપ્યું હતું અમે તેનાથી વધારે કામ કરી બતાવ્યું છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રિસર્ચના સ્ટાન્ડર્ડ પર તેઓ શું વિચારે છે તો પ્રો. રાવે રોષે ભરાઇને જણાવ્યું કે આ મૂર્ખ લોકો આપણા નેતાઓ અમને આટલું ઓછું નાણું શા માટે આપે છે. તેમ છતાં અમે વૈજ્ઞાનિકોએ ઘણું બધું કરીને બતાવ્યું છે. અમારી પણ ખૂબ જ ઓછું રોકાણ કરવામાં આવે છે, એવું ના થવું જોઇએ. જોકે આપણા વૈજ્ઞાનિકોએ ઓછા ફંડમાં પણ સારૂ કામ કરી બતાવ્યું છે.

-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
