For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબરી ધ્વંસની તુલના 26/11 સાથે નથી કરી: મલિક

|
Google Oneindia Gujarati News

rehman malik
નવી દિલ્હી, 15 ડિસેમ્બર: ભારત પ્રવાસ પર આવેલા પાકિસ્તાનના ગૃહમંત્રી રહેમાન મલિકે એક ખાનગી સમાચાર ચેનલને આપેલા ઇન્ટર્વ્યુંમાં જણાવ્યું કે તેમણે બાબરી મસ્જીદ ધ્વંસની સરખામણી મુંબઇ હુમલા સાથે નથી કરી અને તેમના નિવેદનનો ખોટો મતલબ કાઢવામાં આવ્યો છે.

તેમણે એમ પણ જણાવ્યું કે કારગિલના શહીદ સૌરભ કાલિયાનો મુદ્દો ભારતે ક્યારેય પણ પાકિસ્તાન સામે મૂક્યો નથી. ગઇકાલે જ આ મુદ્દાને પહેલી વખત પાકિસ્તાન સમક્ષ મૂકવામાં આવ્યો છે. મલિકે જણાવ્યું કે તેઓ કેપ્ટન કાલિયાના પિતાની ભાવના અને વેદનાને સમજે છે, તેઓ નિશ્ચિતપણે આ મામલે વિચાર કરશે.

પાકિસ્તાની ગૃહમંત્રીએ જણાવ્યું કે અમે હાફિઝ સઇદની ધરપકડ કરી હતી. પરંતુ અમારે અમારી કાનૂની વ્યવસ્થાનું સમ્માન કરવાનું છે. અમે સઇદની ગિરફ્તારી કરવા માટે તૈયાર છીએ, પરંતુ તેના માટે કોર્ટમાં એવા પૂરાવા રજૂ કરવા પડશે જે ટકી શકે.

આ પહેલા શુક્રવારે રહેમાન મલિકે દિલ્હી પહુંચતા જ જણાવ્યું કે પાકિસ્તાનના લોકોની તરફથી અમનનો પેગામ લઇને ભારત આવ્યા છે. પરંતુ આતંકવાદના મુદ્દે તેમણે કરેલા એક નિવેદન પર વિવાદ શરૂ થઇ ગયો, જ્યારે રહેમાને મુંબઇ હુમલાની કડીમાં બાબરી મસ્જીદને પણ જોડી દીધી. આતંકવાદ પર ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું તેઓ હવે બીજું મુંબઇ હુમલો નથી ઇચ્છતા કે નથી ઇચ્છતા કે બીજી બાબરી વિધ્વંસ થાય.

English summary
Pakistan interior minister Rehman Malik on Saturday denied he had equated the demolition of the Babri Masjid with terror attacks, and offered an assurance that he would get the death of Kargil martyr Captain Saurabh Kalia investigated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X