For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના પોસ્ટરમાં માત્ર મોદી, સ્લોગન હશે 'નઈ સોચ નઈ ઉમ્મીદ'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 ઑગસ્ટઃ લોકસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે અને તમામ રાજકીય પક્ષો તરફથી ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાની ચૂંટણી યોજના બનાવી લીધી છે. પક્ષનો ચહેરો હશે ગુજરાતના મુખ્યમંત્રી અને ચૂંટણી સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી અને સૂત્ર હશે, નઈ સોચ નઈ ઉમ્મીદ( નવો વિચાર નવી આશા).

સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર, 2014 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે નવું ચૂંટણી સૂત્ર તૈયાર કરવામાં આવ્યું છે અને તેના માટે એક પોસ્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં માત્ર મોદીની તસવીર હશે.

Modi
નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી પક્ષના પીએમ પદના ઉમેદવાર ઘોષિત કરવાને લઇને પણ કયાસ લગાવવામાં આવી રહ્યાં છે. તેવામાં આ ચૂંટણી પોસ્ટર એ શંકાને દૂર કરી દે છે કે કે ભાજપના પીએમ ઉમેદવાર કોણ હશે. આ પોસ્ટરમાં ડાબી બાજૂ નરેન્દ્ર મોદીની તસવીર છે, તો જમણી બાજુ પક્ષનું ચૂંટણી ચિન્હ કમળ અને વચ્ચે લખેલું છે. નઇ સોચ નઇ ઉમીદ( નવો વિચાર નવી આશા).

મોદીના પ્રચારની બ્લ્યુ પ્રીન્ટ તૈયાર થઇ ગઇ છે. પક્ષની પ્રચાર સમિતિએ નક્કી કર્યું છે કે ટૂંક સમયમાં મોદીના નામે પ્રચાર આગળ વધશે અને સૂત્રો પણ મોદીની આસપાસ ફરતા હશે. મોદીની તસવીર અને નવા સૂત્ર સાથેના પોસ્ટર આખા દેશમાં ઘર ઘર સુધી પહોંચાડવાની મુહિમ ટૂંકમાં શરૂ કરવામાં આવશે.

English summary
The Bharatiya Janata Party is all set to unveil a new slogan for the upcoming General Elections in 2014 in a bid to instil confidence among voters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X