Kanjhawala: કંઝાવલા એક્સીડેન્ટનો નવા સીસીટીવી ફુટેજ સામે આવ્યા, દોસ્ત સાથે અંજલી સ્કુટીમાં જીતી જોવા મળી
નવા વર્ષની શરુઆત સાથે જ દિલ્હીમાં 20 વર્ષની યુવતીને ગમખ્વાર અકસ્માતમા મોત થયુ હતુ. આ અકસ્માત એટલુ ભયાનક હતુ કે, લોકો આરોપીને કડક સજા થાય તેની માગ કરી રહ્યા છે.
દિલ્હીના કંઝાવલા એક્સીડેન્ટનો વધુ એક સીસીટીવી વીડિયો સસામે આવ્યા છે. આ વીડિયોમાં કંઝાવલા એક્સીડેન્ટમા મૃત્યુ પામેલી અંજલી પોતાની દોસ્ત સાથે સ્કુટી પર જતી જોઇ શકાય છે. સીસીટીવી ફુટેજનો વીડિયો 31 ડિસેમ્બર રાત 1:34 મીનટનો છે. રિપોર્ટ અનુસાર અંજલી 31 ડિસેમ્બરની રાતે 1:34 મીનીટે હોટેલમાથી નીકળતી પોતાના દોસ્તો સાથે દેખાઇ છે. દિલ્હી પોલીસ અંજલીની દોસ્તની ઓળખ કરી લીધી છે. અને તેનુ પણ નિવેદન લેવામાં આવશે.

કંઝાવલા એક્સીડેન્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા પણ રિપોર્ટની માગ કરવામાં આવી છે. સાથે આરોપીને ઝડપીને તેને કડક સજા થાય તેવી સોશિયલ મીડિયામાં પણ માંગ થઇ રહી છે.












Click it and Unblock the Notifications
