કોંગ્રેસના દિલ્હી મુખ્યાલયમાં આગ લાગવાથી મચ્યો હડકંપ
કોંગ્રેસના દિલ્હી મુખ્યાલય માં આગ લાગવાથી હડકંપ મચી ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના દિલ્હી મુખ્યાલય લગભગ બપોરે 1 વાગ્યે આગ લાગી હતી.
કોંગ્રેસના દિલ્હી મુખ્યાલય માં આગ લાગવાથી હડકંપ મચી ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના દિલ્હી મુખ્યાલય લગભગ બપોરે 1 વાગ્યે આગ લાગી હતી. આગ લાગવાથી વધારે નુકસાન થવાની ખબર નથી આવી. હજુ સુધી આગ લાગવાના કારણ વિશે કોઈ ખાસ માહિતી નથી મળી રહી.

આગમાં કોઈના પણ ઘાયલ થવાની કોઈ જ ખબર નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આ આગ કોંગ્રેસ મુખ્યાલયના એક રૂમમાં લાગી હતી. આગ લાગવાની સાથે જ ફાયરબ્રિગેડ ને તેના વિશે જાણકારી આપવામાં આવી. ફાયરબ્રિગેડ ગાડી આવતા પહેલા જ ત્યાં હાજર લોકોએ સિલિન્ડર ઘ્વારા આગ ઓલવી નાખી હતી.
હાલમાં કોંગ્રેસ મુખ્યાલયમાં પરિસ્થિતિ સામાન્ય છે. આગના કારણે વધારે નુકશાન નથી થયું. આગ લાગવા સમયે કોંગ્રેસના કોઈ પણ મોટા નેતા ત્યાં હાજર ના હતા.












Click it and Unblock the Notifications
